° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


ગામડાંઓ ફરતે કસાતો કોવિડ-19નો ગાળિયો

10 May, 2021 12:56 PM IST | New Delhi | Agency

દેશના ૩૦૧ જિલ્લામાં પૉઝિટિવિટી રેટ ૨૦ ટકાથી પણ વધુ છે

પ્રતીકાત્મક તસવીર- મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર- મિડ-ડે

દેશમાં ૭૪૧ જિલ્લામાંથી ૪૦ ટકાથી વધારે એટલે કે ૩૦૧ જિલ્લામાં પૉઝિટિવિટી રેટ ૨૦ ટકા અથવા આનાથી વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આને જાહેર કર્યો છે. આ જિલ્લા દેશનાં ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પડે છે. આનાથી જાણવા મળે છે કે કોવિડ સંક્રમણની વર્તમાન લહેર ક્યાં સુધી ફેલાયલી છે. કોરોનાનો પૉઝિટિવિટી રેટ વધતો દર્શાવે છે કે અત્યારે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત છે.

ગત અઠવાડિયા દરમ્યાન (૧થી ૭ મે) ૧૫ જિલ્લામાં પૉઝિટિવિટી રેટ ૫૦ ટકાથી વધારે રહ્યો. આમાં હરિયાણાના ૪ જિલ્લા અને અરુણાચલ પ્રદેશ તેમ જ રાજસ્થાનના ૨-૨ જિલ્લા સામેલ છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટા ભાગના જિલ્લા ગ્રામીણ છે. કેમકે ટેસ્ટિંગના આંકડા ઉપલબ્ધ નથી, જેથી એ સ્પષ્ટ નથી કે આનું કારણે પૂરતુ ટેસ્ટિંગ છે કે નહીં. ૭ દિવસના સમયગાળા માટે સૌથી વધારે પૉઝિટિવિટી રેટ ૯૧.૫ ટકા અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં જોવા મળ્યો.

લિસ્ટમાં બીજું નામ પૉન્ડિચેરીના યનમનું છે. ત્યાર બાદ યાદીમાં રાજસ્થાનનું બિકાનેર, અરુણાચલ પ્રદેશ અને દિબાંગ વૈલી અને રાજસ્થાનનું પાલી છે. ૨૦ ટકા અથવા તેનાથી વધારે પૉઝિટિવિટી રેટવાળા જિલ્લાની ટકાવારી સૌથી વધારે કેરળમાં છે. રાજ્યના ૧૪માંથી ૧૩ જિલ્લામાં આ સ્થિતિ છે. હરિયાણા ૨૨માંથી ૧૯, પશ્ચિમ બંગાળ ૨૩માંથી ૧૯, દિલ્હી ૧૧માંથી ૯ અને કર્ણાટક પણ એ રાજ્યોમાં છે જેમના ૭૦ ટકાથી વધારે જિલ્લા આ યાદીમાં છે.

10 May, 2021 12:56 PM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

અઢી મહિના બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 2726 લોકોના મોત

75 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. જેકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ચિંતાનો વિષય છે.

15 June, 2021 10:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પી ચિદમ્બરે G7 માં વડાપ્રધાન મોદીના ભાષણ પર કર્યો કટાક્ષ, કહ્યું- મોદી સરકાર..

G7 સંમેલનમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં લોકતંત્ર અને વૈચારિક સ્વતંત્રતા પર ભાર મુકવા કહ્યું હતું. જેને લઈ પી ચિદમ્બરમે ટ્વિટ કરી કટાક્ષ કર્યો છે.

14 June, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોનાની વૅક્સિન લીધા બાદ દેશમાં અત્યાર સુધીમાં ૪૮૮ લોકોનાં મોત

દેશમાં અત્યાર સુધી ૨૩.૫ કરોડ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે, જેમાંથી ૨૬,૦૦૦ લોકોને આડઅસર થઈ છે

14 June, 2021 06:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK