° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

28 February, 2021 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર, કેરલા, પંજાબ, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાત આ છ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવતાં દેશમાં કોરોના વાઇરસના અૅક્ટિવ કેસનો આંકડો ગઈ કાલે ૧,૫૯,૫૯૦ નોંધાયો હતો, જે દેશના કુલ કેસ-લોડના ૧.૪૪ ટકા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૮૮ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૮૫.૭૫ ટકા કેસ ઉપર જણાવાયેલ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. જોકે સૌથી વધુ ૮૩૩૩ કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ અને ૩૬૭૧ કેસ સાથે કેરલા બીજા સ્થાને રહ્યું છે જ્યારે કે પંજાબમાં ૬૨૨ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યા અનુસાર છેલ્લાં બે અઠવાડિયાંમાં એટલે કે ૧૪ ફેબ્રુઆરીથી ગઈ કાલ સુધીમાં કેરલામાં અૅક્ટિવ કોવિડ કેસનો આંકડો ૬૩,૮૪૭થી ઘટીને ૫૧,૬૭૯ થયો હતો, જ્યારે કે આ જ સમયગાળામાં મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસ ૩૪,૪૪૯થી વધીને ૬૮,૮૧૦ થયા હતા.

કોરોના કેસમાં વધારો નોંધાતા કૅબિનેટ સેક્રેટરીએ ગઈ કાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા મીટિંગ બોલાવી હતી, જેમાં તેલંગણ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ મુખ્ય છે. 

28 February, 2021 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ગોવામાં શરૂ થયો ભારતનો પહેલો મદિરા સંગ્રહાલય `All About Alcohol`, શું છે ખાસ

સંગ્રહાલયમાં દારૂની સૈકાઓ જૂની બાટલીઓ, ગ્લાસ અને બાટલી બનાવવાના ઓજાર આકર્ષણનું કેન્દ્ર હશે. આ સંગ્રહાલયને સ્થાનિક વ્યવસાયિક નંદન કુચડતરે ઉત્તર ગોવાના કેન્ડોલિમ ગામમાં બનાવડાવ્યું છે.

17 October, 2021 09:34 IST | Goa | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ઝાયડસની બાળકોની રસીના અંતિમ નિર્ણય પર કોવિડ ટાસ્ક ફોર્સના વડાએ આપ્યું નિવેદન

કોરોના વાયરસ મહામારી વિશે માહિતી આપતા કોવિડ ટાસ્ક ફોર્સના વડા વી કે પોલે રવિવારે કહ્યું કે ઝાયડસ કેડિલાની કોવિડ -19 રસી ટૂંક સમયમાં આવશે.

17 October, 2021 07:17 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અડધી રાત્રે દર્દનાક ઘટના, ગાઝિયાબાદમાં 25માં માળેથી નીચે પડવાથી જુડવા ભાઈઓના મોત

સિદ્ધાર્થ વિહારની પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના 25 મા માળેથી પડીને 14 વર્ષના જોડિયા ભાઈઓના શંકાસ્પદ મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

17 October, 2021 05:33 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK