° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


કોરોનાનો ડેલ્ટા પછી વધુ એક ખતરનાક વેરિઅન્ટ સામે આવ્યો

26 November, 2021 12:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી આ વેરિઅન્ટના બોટ્સવાનામાં ત્રણ અને સાઉથ આફ્રિકામાં ૬ કેસ મળ્યા છે. જ્યારે એક કેસ હૉન્ગકૉન્ગમાં પણ મળ્યો છે. યુકેમાં હજી સુધી એક પણ કેસ મળ્યો નથી, પણ ત્યાંનું સ્વાસ્થ્ય તંત્ર અલર્ટ થઈ ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બ્રિટિશ નિષ્ણાતોએ કોવિડના નવા વેરિઅન્ટ સામે ચિંતા વ્યક્ત કરી છે. આફ્રિકાના બોટ્સવાનામાંથી ઉદ્ભવેલો નવો ‘નુ’ નામનો વેરિઅન્ટ કોવિડ-19નું સૌથી વિકસિત સ્વરૂપ છે. અત્યાર સુધી આ નવા વેરિઅન્ટના ૧૦૦ કેસ મળ્યા છે. આ કેસ ત્રણ જુદા-જુદા દેશમાં જોવા મળ્યા છે.

નવા વેરિઅન્ટમાં ૩૨ મ્યુટેશન છે અને એની સંક્રમણક્ષમતા અત્યંત વધારે છે. એ રસી સામે પણ લડી શકે છે. આ વેરિઅન્ટ શોધી કાઢનાર ડૉક્ટરે નવા વેરિઅન્ટને ડેલ્ટા કરતાં પણ વધુ ખતરનાક ગણાવ્યો છે. જોકે તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે મ્યુટેશનની સંખ્યા વધારે હોવાથી કદાચ આ વેરિઅન્ટ અસ્થિર બનીને ફેલાતો અટકી શકે છે. અત્યાર સુધી આ વેરિઅન્ટના બોટ્સવાનામાં ત્રણ અને સાઉથ આફ્રિકામાં ૬ કેસ મળ્યા છે. જ્યારે એક કેસ હૉન્ગકૉન્ગમાં પણ મળ્યો છે. યુકેમાં હજી સુધી એક પણ કેસ મળ્યો નથી, પણ ત્યાંનું સ્વાસ્થ્ય તંત્ર અલર્ટ થઈ ગયું છે.

આ વેરિઅન્ટનાં મ્યુટેશન્સનું પ્રમાણ ખૂબ વધારે છે
આ વેરિઅન્ટનો સાયન્ટિફિક નંબર બી.૧.૧.૫૨૯ છે. આફ્રિકા સિવાય હૉન્ગકૉન્માં પણ એના કેસ આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ વેરિઅન્ટનાં મ્યુટેશન્સનું પ્રમાણ ખૂબ વધારે છે. ડેલ્ટાનાં બે અને બીટાનાં ત્રણની સરખામણીમાં આ વેરિઅન્ટનાં ઓછામાં ઓછાં દસ મ્યુટેશન્સ છે. અત્યાર સુધી આ વેરિઅન્ટ્સ યુવાનોમાં વધુ ફેલાયો છે. એનાં મ્યુટેશન્સનું પ્રમાણ વધુ હોવાથી એની ટ્રીટમેન્ટ જટિલ બની શકે છે. એના અનેક વેરિઅન્ટ્સથી દુનિયા પરિચિત નથી. સાઉથ આફ્રિકાએ આ નવા વેરિઅન્ટ વિશે ચર્ચા કરવા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના વાઇરસ વિશે વર્કિંગ ગ્રુપની સાથે તાત્કાલિક મીટિંગની માગણી કરી છે.

26 November, 2021 12:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Omicron:દિલ્હીમાં પણ એક કેસ આવ્યો સામે, આ વેરિયન્ટથી દેશમાં કુલ 5 લોકો સંક્રમિત

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે.

05 December, 2021 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ICMRના વૈજ્ઞાનિકોનો દાવો, ઓમિક્રોન જલદી ફેલાય છે, તેથી તે ઘાતકી નથી!

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. આ કેસ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સામે આવ્યાં છે.

05 December, 2021 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ચક્રવાત `જવાદ`  આજે પુરીમાં ટકરાશે, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વરસાદને એંધાણ

બંગાળની ખાડીમાં ઉછળેલું ચક્રવાત જવાદ હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને બંગાળના કિનારા તરફ ઉત્તર-પૂર્વ તરફ વળ્યું છે.

05 December, 2021 01:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK