Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Corona: ભારત માટે Russiaએ મોકલી મદદ, મેડિકલ સપ્લાય સહિત 2 વિમાન પહોંચ્યાં

Corona: ભારત માટે Russiaએ મોકલી મદદ, મેડિકલ સપ્લાય સહિત 2 વિમાન પહોંચ્યાં

29 April, 2021 01:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રશિયાએ કોરોના મહામારીના સમયમાં ભારતને મોટી રાહત સામગ્રી મોકલી છે. મેડિકલ સપ્લાયથી ભરપૂર 2 વિમાન ભારત આવી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંકટ કાળમાં ભારતના જૂના અને વિશ્વાસુ મિત્ર રશિયાએ ફરી એક વાર આગળ આવીને મદદ કરી છે. રશિયાએ ભારતને કોરોના મહામારીથી લડવા માટે મેડિકલ ઉપકરણોથી ભરપૂર એવા બે વિમાન મોકલ્યા છે. જે ગુરુવારે દિલ્હી ઍરપૉર્ટ પર લેન્ડ થયા.

મળતી માહિતી પ્રમાણે રશિયા (Russia)થી મોકલવામાં આવેલી સ્પેશિયલ ફ્લાઇટમાં 20 ઑક્સીજન કંન્સન્ટ્રેટર, 75 વેન્ટિલેટર્સ, 150 બેડસાઇડ મૉનિટર્સ અને દવાઓ પણ સામેલ છે. કુલ મળીને લગભગ 22 મીટ્રિક ટન રાહત સામગ્રી ભારત મોકલવામાં આવી છે. જેને હવે કોરોનાથી લડતા દેશના વિભિન્ન રાજ્યોમાં મોકલવામાં આવશે.



પુતિન અને મોદી વચ્ચે થઈ વાતચીત
રશિયાએ મદદ બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે થયેલા ફોન કૉલ બાદ મોકલી. બન્ને નેતાઓની આ વાતચીત આણ તો ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ પર આધારિત હતી પણ આમાં બન્ને દેશો સાથે જોડાયેલા અનેક દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરવામાં આવી.


આ વાતચીત બાદ PMOએ નિવેદન જાહેર કરીને કહ્યું, "પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કૉલ કરવા માટે આભાર માન્યો. સાથે જ ભારતને મદદ કરવા માટે તેમનો આભાર પણ માન્યો" તો રશિયાએ નિવેદનમાં કહ્યું, "રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને કોરોના વાયરસથી લડવા માટે મોદી સરકારને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું. સાથે જ તેમણે જણાવ્યું કે ભારતની મદદ માટે તે ઇમરજન્સી હેલ્પ મોકલી રહ્યા છે."


આવતા મહિને ભારત પહોંચશે રશિયન વેક્સીન
વાતચીતમાં રશિયન કોરોના વેક્સીન સ્પૂતનિક વી પર પણ ચર્ચા થઈ. આ વેક્સીનનો પહેલો બેચ આવતા મહિના સુધી ભારત પહોંચવાનો છે. કોવિશીલ્ડ અને કૉવાક્સિન બાદ ભારત પાસે આ ત્રીજી વેક્સીન હશે. જે ભારતના લોકોનું રસીકરણ કરવામાં આવશે. કરાર હેઠળ ભારતમાં સ્પુતનિક વીનું નિર્માણ કરવામાં આવશે. જેના પછી ભારત, રશિયા સાથે જ વિશ્વના અન્ય દેશોને પણ વેચશે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને તેમની વેક્સીનને મંજૂરી આપવા પર ભારતના વખાણ પણ કર્યો.

આ દેશોએ કરી મદદની જાહેરાત
અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, આયરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્સમબર્ગ, સિંગાપુર, પુર્તગાલ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત અને મૉરીશસ સહિત કેટલાય પ્રમુખ દેશોએ ભારતને મહામારી સામે લડવામાં મદદ કરવા માટે મેડિકલ મદદની જાહેરાત કરી છે. સિંગાપુરે મંગળવારે ભારતને 256 ઑક્સીજન સિલિન્ડરની આપૂર્તિ કરી. નૉર્વે સરકારે ભારતમાં કોરોનાવાયરસથી પીડિત લોકોની મેડિકલ સેવા માટે 24 લાખ અમેરિકન ડૉલરના યોગદાનની જાહેરાત કરી.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2021 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK