સાધુ-સંતોએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને ગણાવ્યા સનાતનવિરોધી
મુલાયમસિંહ યાદવ
મહાકુંભમાં સેક્ટર-૧૬માં મુલાયમસિંહ યાદવ સ્મૃતિ સંસ્થાન દ્વારા એક શિબિરમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મુલાયમસિંહ યાદવની બેથી ત્રણ ફુટની પ્રતિમા લગાવવામાં આવતાં વિવાદ થયો છે.
સાધુ-સંતોએ આ માટે અખિલ ભારતીય અખાડા પરિષદની ટીકા કરી હતી. જોકે અખાડાના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે ‘મુલામયસિંહ યાદવ ઘોર હિન્દુ અને સનાતનવિરોધી રહ્યા છે. આ મૂર્તિ સંતોને એ દેખાડવા માટે લગાવવામાં આવી છે કે લોકોને એ જાણ થાય કે તેમણે સમુદાયના લોકોની હત્યા કરી છે. તેઓ સદા હિન્દુવિરોધી, સનાતનવિરોધી અને મુસ્લિમતરફી રહ્યા છે.’
ADVERTISEMENT
જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે મહંત રવીન્દ્ર પુરીના નિવેદનનું સમર્થન કર્યું હતું.

