કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફ્રેન્સને સંબોધિત કરતા કહ્યું કે હાલના સમયમાં અમે લોકતંત્રનું મૃત્યુ જોઈ રહ્યા છીએ.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
મોંઘવારી અને બેરોજગારી પર દેશવ્યાપી વિરોધ શરૂ કરતા પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફ્રેન્સને સંબોધિત કરતા કહ્યું કે હાલના સમયમાં અમે લોકતંત્રનું મૃત્યુ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારતે લગભગ એક સદી પહેલા જે કંઇપણ ઇંટ-પત્થરોથી બનાવ્યું હતું, તે તમારી આંખ સામે જ નષ્ટ કરવામાં આવી રહ્યું છે.
અતિશય વધેલી મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ કૉંગ્રેસ આજે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં કૉંગ્રેસ વડાપ્રધાન નિવાસનો પણ ઘેરાવ કરશે અને કૉંગ્રેસ સાંસદ રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરી રહ્યા છે.
વધતી કિંમતો અને બેરોજગારીના વિરોધમાં કૉંગ્રેસ સાંસદોએ આજે સંસદમાં કાળાં કપડાં પહેરીને નારેબાજી કરી. રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી, કારણકે કૉંગ્રેસ સભ્યોએ સરકાર દ્વારા તપાસ એજન્સીઓના કહેવાતા દુરુપયોગ પર હોબાળો કર્યો.
પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે કૉંગ્રેસ કાર્ય સમિતિ (સીડબ્લ્યૂસી)ના સભ્ય અને વરિષ્ઠ નેતા `પીએમ હાઉસ ઘેરાવ`માં ભાગ લેશે, જ્યારે લોકસભા અને રાજ્યસભા સાંસદ સંસદથી `ચલો રાષ્ટ્રપતિ ભવન`માં ભાગ લેશે.
પ્રશાસને કૉંગ્રેસના માર્ચ પહેલા દિલ્હીના કેટલાક ભાગમાં મોટી સભાઓ પર પ્રતિબંધ લગાડવા માટે મનાઈ હુકમ લાગુ પાડ્યો છે. પ્રતિબંધનો હવાલો આપતા દિલ્હી પોલીસે કૉંગ્રેસના રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવાની ના પાડી દીધી છે.
કૉંગ્રેસ સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી પર પોતાનો વિરોધ નોંધાવવા સંસદમાંથી રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માટે માર્ચ કાઢ્યો. કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ આમાં સામેલ થયા.
કૉંગ્રેસ સાંસદ રાજીવ શુક્લએ કહ્યું કે અમે લોકો રાષ્ટ્રપતિ ભવન જવા માટે માર્ચ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ પોલીસે IPC કલમ 144નો હવાલો આપતા અટકાવી દીધા છે. અમે બધા સાંસદ જેલ જશું પણ અમે જનતાનો બેરોજગારી અને મોંઘવારીમાંથી રાહત અપાવીને જ માનીશું.
મોંધવારી અને બેરોજગારી પર દેશવ્યાપી હોબાળો શરૂ કરતા પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફ્રેન્સને સંબોધિત કરતા કહ્યું કે હાલના સમયમાં અમે લોકતંત્રનું મૃત્યુ થતું જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે લગભગ એક સદી પહેલા જે કંઇપણ ઇંટ-પત્થરથી બનાવ્યું હતું, તે તમારી આંખો સામે નષ્ટ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જે કોઈપણ તાનાશાહી વિચારના વિરુદ્ધ ઊભો રહે છે, તેના પર હુમલો કરવામાં આવે છે, તેમને જેલમાં નાખી દેવામાં આવે છે, તેમની ધરપકડ કરવામાં આવે છે.
કૉંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોંઘવારી હદથી વધારે વધી ગઈ છે, સરકારે કંઇક કરવું પડશે. અમે આ માટે આંદોલન કરી રહ્યા છે.
કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે આ વાત સ્પષ્ટ છે કે આ દેશની જનતા પર જે પ્રહાર થઈ રહ્યા છે, તેની માટે અમે લડી રહ્યા છે. આ લડાઈ લાંબી છે અને અમે લડતા રહેશું બેરોજગારી અને મોંધવારી અમારો મુદ્દો છે.