છ અમ્પાયરો વર્લ્ડ કપમાં ફિક્સિંગ માટે તૈયાર થયેલા
આઇએએનએસ
ADVERTISEMENT
નવી દિલ્હી, તા. ૯
રવિવારે પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં અને એ પહેલાં ઑગસ્ટમાં રમાઈ ગયેલી શ્રીલંકા પ્રીમિયર લીગમાં છ અમ્પાયરો પૈસાના બદલામાં અમુક પ્રકારના નિર્ણયો આપવા તૈયાર થયા હોવાનું ઇન્ડિયા ટીવી ચૅનલના સ્ટિંગ-ઑપરેશનમાં બહાર આવ્યું હોવાનું ગઈ કાલે જાણવા મળ્યું હતું.
આ ચૅનલ પાસે જે
સ્ટિંગ-ઑપરેશનના જે વિડિયો-ફૂટેજ છે એમાં પાકિસ્તાન, બંગલા દેશ અને શ્રીલંકાના કુલ છ અમ્પાયરો પોતાના નિર્ણયો ફિક્સ કરાવવા રાજી થયા હોવાનું બતાવવામાં આવ્યું છે.
આ ત્રણ દેશના અમ્પાયરોમાં પાકિસ્તાનના નદીમ ઘોરી તથા અનીસ સિદ્દિકી, બંગલા દેશના નાદિર શાહ અને શ્રીલંકાના ગામિની દિસાનાયકે, મૉરિસ વિન્સ્ટન અને સૅગારા ગલાગેનો સમાવેશ હતો.