° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

કોલસાચોરીના કેસમાં યુપી અને એમપીમાં સીબીઆઇના દરોડા

03 March, 2021 11:01 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

કોલસાચોરીના કેસમાં યુપી અને એમપીમાં સીબીઆઇના દરોડા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ પશ્ચિમ બંગાળના આસનસોલ-રાનીગંજ પટ્ટામાં કોલસાના ગેરકાયદે માઇનિંગ અને ટ્રાન્સપોર્ટેશનના કેસ મામલે મંગળવારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનાં ઘણાં સ્થળોએ દરોડા પાડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સીબીઆઇની ઍન્ટિ-કરપ્શન બ્રાન્ચે બે રાજ્યમાં કેસના મુખ્ય આરોપી અનુપ મજી ઊર્ફે લાલા સાથે સાઠગાંઠ ધરાવતી વ્યક્તિઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

મજી સૂકા બળતણના ખરીદ-વેચાણમાં સંકળાયેલી કંપનીનો ડિરેક્ટર છે અને તે ધરપકડને ટાળતો આવ્યો છે. સીબીઆઇએ તેની વિરુદ્ધ નોટિસ પણ જારી કરી છે. સીબીઆઇ સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસકર્તા સંસ્થા મજી સાથે સાઠગાંઠ ધરાવનારા વ્યાવસાયિકો પર ચાંપતી નજર રાખી રહી છે.

તપાસકર્તા સંસ્થાએ મજી વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ ગઈ ૨૮ નવેમ્બરે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ એ ચાર રાજ્યમાં સઘન સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

03 March, 2021 11:01 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોરોના વાયરસ હવાથી ફેલાય છે! નિષ્ણાતોનો પુરાવા સાથે દાવો

આરોગ્ય પર રિસર્ચ કરનાર દુનિયાના સૌથી મોટા મેડિકલ જર્નલ લેસેંટે જણાવ્યું

16 April, 2021 06:26 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દેશમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું? જાણી લો હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ વર્ષે સામાન્ય હવામાન રહેશે, ત્રણ મહિનામાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવાની આગાહી

16 April, 2021 05:52 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Updates: છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૨.૧૭ લાખ નવા કેસ

વિશ્વના ટૉપ ૨૦ કોરોના સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના ૧૫ શહેરનો સમાવેશ

16 April, 2021 03:46 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK