° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


દિલ્હીમાં ડિમોલિશન માટે બુલડોઝર આવ્યાં, લોકોએ જાતે જ ટેમ્પરરી સ્ટ્રક્ચર હટાવ્યાં

10 May, 2022 10:26 AM IST | New Delhi
Agency

દેશની રાજધાનીમાં વધુ એક વખત ડિમોલિશનને લઈને હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના જે શાહીનબાગમાં નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ થયો હતો ત્યાં દબાણ હટાવવા માટે દ​ક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક ટીમ ગઈ કાલે બુલડોઝરની સાથે પહોંચી હતી. જોકે સ્થાનિક લોકોએ એનો જોરદાર વિરોધ કર્યો હતો. આખરે ડિમોલિશન ઝુંબેશને અટકાવીને બુલડોઝરને પાછાં મોકલવામાં આવ્યાં હતાં. દરમ્યાન સ્થાનિક લોકોએ ટેમ્પરરી સ્ટ્રક્ચરને પોતે જ હટાવી દીધાં હતાં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને માર્કેટ અસોસિએશન સાથે મળીને આ ટેમ્પરરી સ્ટ્રક્ચરને હટાવ્યાં હતાં.
આ પહેલાં દબાણ હટાવવા પહોંચેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓના હાથમાં લાલ રંગની રિબન બાંધવામાં આવી હતી કે જેથી ભીડમાં તેમની સહેલાઈથી ઓળખ કરી શકાય. 
આ હાઈ વૉલ્ટેજ ડ્રામા વચ્ચે પૉલિટિકલ પાર્ટીઓના કાર્યકરો પણ ત્યાં એકત્ર થઈ ગયા હતા, જેને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. એના પહેલાં પોલીસ અધિકારીઓ સ્થાનિક દુકાનદારોની સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. એ સમયે જ આ ડિમોલિશન ઝુંબેશને અટકાવી દેવામાં આવી હતી.
મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આ ડિમોલિશન ઝુંબેશનો વિરોધ કર્યો હતો અને લોકો બુલડોઝરની આગળ બેસી ગયા હતા. અહીં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. 
થોડા દિવસ પહેલાં દ​ક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાયી સમિતિના ઉપાધ્યક્ષ રાજપાલ સિંહે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ​ક્ષિણ દિલ્હીના અનેક ભાગમાં ૧૩ મે સુધી ગેરકાયદે બાંધકામ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરશે.
નોંધપાત્ર છે કે જહાંગીરપુરી વિસ્તારમાં બુલડોઝર ચલાવ્યાં બાદ સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અનેક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવાની તૈયારીમાં છે.

સુપ્રીમે ડિમોલિશન ઝુંબેશ સામે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે દિલ્હીમાં શાહીનબાગમાં ડિમોલિશન ઝુંબેશ વિરુદ્ધની સીપીઆઇ (એમ) દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે પૉલિટિકલ પાર્ટીના કહેવાથી દબાણ વિરોધી ઝુંબેશમાં અદાલત હસ્તક્ષેપ ન કરી શકે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની બેન્ચે આ પૉલિટિકલ પાર્ટીને દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું. 

10 May, 2022 10:26 AM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની તુલના શ્રીલંકા સાથે કરી, શેર કર્યા ત્રણ ગ્રાફ

ગ્રાફ 2017થી બંને દેશોની બેરોજગારી દર્શાવે છે જે 2020માં ટોચ પર હતી

18 May, 2022 09:05 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

જ્ઞાનવાપી વિવાદ મામલે મુસ્લિમ પર્સનલ બોર્ડે બનાવી સમિતિ, કહ્યું- નહીં સહન કરીએ..

AIMPLBએ કહ્યું કે મુસ્લિમો મસ્જિદની અપવિત્રતાને સહન કરી શકતા નથી. સાંપ્રદાયિક શક્તિઓ અધર્મ પર ઝૂકી રહી છે અને અદાલતો પણ દલિતોને નિરાશ કરી રહી છે.

18 May, 2022 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મુંબઈ હમસફર ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળતા ખળભળાટ, તંત્ર એક્શન મોડમાં

રેલવેને રાત્રે 9.20 વાગ્યે ટ્વિટર પરથી ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી

18 May, 2022 05:43 IST | Gorakhpur | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK