બજેટમાં અમિત શાહના કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ૨,૩૩,૨૧૦.૬૮ કરોડ રૂપિયા તો સેન્ટ્રલ ફોર્સ માટે ૧,૬૦,૩૯૧.૦૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ
બજેટમાં અમિત શાહના કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ૨,૩૩,૨૧૦.૬૮ કરોડ રૂપિયા તો સેન્ટ્રલ ફોર્સ માટે ૧,૬૦,૩૯૧.૦૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સેન્ટ્રલ ફોર્સમાંથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને ૩૫,૧૪૭.૧૭ કરોડ, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ને ૨૮,૨૩૧.૨૭ કરોડ રૂપિયા તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ને ૧૬,૦૮૪.૮૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ મૅનેજમેન્ટ માટે ૫,૫૯૭.૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગૃહ મંત્રાલયને ૨,૧૯,૬૪૩.૩૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

