કેન્દ્રીય બજેટ-2025 અનુસાર ભારત સરકારે આગામી નાણાકીય વર્ષ માટે મૂડીખર્ચનો લક્ષ્યાંક ૧૧.૨૧ લાખ કરોડ રૂપિયા સુધી વધારી દીધો છે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય બજેટ-2025 અનુસાર ભારત સરકારે આગામી નાણાકીય વર્ષ માટે મૂડીખર્ચનો લક્ષ્યાંક ૧૧.૨૧ લાખ કરોડ રૂપિયા સુધી વધારી દીધો છે જે GDPનો ૩.૧ ટકા થવા જાય છે. જોકે ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક ૧૧.૧૧ લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને ૧૦.૧૮ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. નાણાપ્રધાનનું કહેવું છે કે આ વખતના બજેટથી રોજગારની તકો, ઉત્પાદનક્ષમતા, નિકાસ તથા ઇનોવેશનમાં વધારો થશે.

