° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


Booster Doze India: હવે મળશે કોરોના વેક્સીનનો ત્રીજો ડૉઝ, જાણો કોને અપાશે સૌથી પહેલા

10 January, 2022 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રિકૉશન ડોઝ માટે કોઈ નોંધણીની જરૂર રહેશે નહીં, જૂના રજીસ્ટ્રેશનના આધારે તેમને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના (Corona Virus) નવા પ્રકાર ઓમિક્રોનનો (Omicron)વધતો ખતરો અને પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ દેશે આજથી બુસ્ટર ડોઝ (Booster Dose) આપવાની શરૂઆત કરી છે. કોરોના વેક્સીનનો આ ત્રીજો ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને 25 ડિસેમ્બરે જ પ્રિકૉશન ડોઝ જાહેરાત કરી હતી. હાલમાં, આ ત્રીજો ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો તેમજ ગંભીર રોગોથી પીડિત વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રિકૉશન ડોઝ માટે કોઈ નોંધણીની જરૂર રહેશે નહીં. જૂના રજીસ્ટ્રેશનના આધારે તેમને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
આ પ્રિકૉશન બુસ્ટર માટે CoWin એપ પર ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રીજા ડોઝને લઈને એપ પર ફિચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા સીધી અપોઈન્ટમેન્ટ મળી શકે છો. આ સિવાય તમે રસીકરણ કેન્દ્ર પર જઈને ત્રીજો ડોઝ સીધો મેળવી શકો છો. અહીં નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે.

જો તમને કોરોના રસીના બંને ડોઝ પછી નવ મહિના વીતી ગયા હોય, તો જ તમે ત્રીજા ડોઝ માટે પાત્ર હશો. આરોગ્ય મંત્રાલય દ્વારા એવા લોકોને સંદેશ મોકલવામાં આવી રહ્યો છે જેમણે નવ મહિના પહેલા રસીના બંને ડોઝ લીધા છે. આ સિવાય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મેસેજ ન મળે તો તેણે તેના બીજા ડોઝ વચ્ચેના સમયનો તફાવત જોવો જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ વિશે સ્પષ્ટપણે કહ્યું છે કે સાવચેતીનો ડોઝ અથવા ત્રીજો ડોઝ એ જ રસીનો આપવામાં આવશે, જે તમે પહેલા લીધો છે. એટલે કે, જો તમે કોરોના રસી Covoxin ના બંને ડોઝ લીધા છે, તો ત્રીજો ડોઝ પણ તેનો જ લેવાનો રહેશે. એ જ રીતે, કોવિશિલ્ડ લેનારા લોકોને કોવિશિલ્ડનો જ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

મતદાર ID, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈપણ એક ઓળખ કાર્ડ સાથે રાખવું આવશ્યક છે.

10 January, 2022 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK