Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારો કબડ્ડી રમતો વિડિયો ઉતારનાર રાવણ છે રાવણ : પ્રજ્ઞા ઠાકુર ભડક્યાં

મારો કબડ્ડી રમતો વિડિયો ઉતારનાર રાવણ છે રાવણ : પ્રજ્ઞા ઠાકુર ભડક્યાં

17 October, 2021 11:32 AM IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસ કહે છે, સાધ્વી રાવણની વિચારધારાને અનુસરે છે અને તેમને બધામાં લંકા‌નરેશ જ દેખાય છે

પ્રજ્ઞા ઠાકુર

પ્રજ્ઞા ઠાકુર


મેડિકલ કારણોથી જામીન પર રહેલાં બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરે પોતાનો કબડ્ડી રમતો વિડિયો વાઇરલ કરનાર શખ્સને રાવણ કહ્યો છે.

૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મેડિકલ કારણોથી જામીન પર બહાર રહેલાં પ્રજ્ઞા ઠાકુરનો ગરબા રમતો વિડિયો થોડા સમય પહેલાં વાઇરલ થયો હતો. તાજેતરમાં તેઓનો કબડ્ડી રમતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ અંગે આક્રોશ ઠાલવતાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં દુર્ગાપંડાલમાં હું આરતી કરવા ગઈ ત્યાં મેદાનમાં રમી રહેલા કેટલાક ખેલૈયાઓએ મને એક રેઇડ રમવાની ખૂબ વિનંતી કરી એટલે હું રમી. કોઈકે તરત એનો વિડિયો ઉતારીને મીડિયામાં વાઇરલ કરી દીધો.’ પ્રજ્ઞા ઠાકુરે તે શખ્સ અંગે વાત કરતાં કહ્યું હતું કે ‘જે સૌથી વધારે રાતોપીળો થઈ ગયો છે, એ તમારામાંનો જ કોઈ રાવણ છે, કોઈ સિંધી ભાઈ છે, બહુ મોટો દુશ્મન છે. હું એની માટે દુશ્મન છું, પણ હું એને દુશ્મન નથી ગણતી. મને ખબર નથી મેં એનું કયું શાસન છીનવી લીધું છે, પણ રાવણ તો ગમે ત્યાં હોઈ શકે છે.’ આટલેથી ન અટકતાં પ્રજ્ઞા ઠાકુરે આગળ કહ્યું હતું કે ‘જેના સંસ્કારો ભ્રષ્ટ થઈ ગયા છે, એ સુધારી લે. નહીં તો વૃદ્ધાવસ્થા જ નહીં, આવતો જન્મ પણ ખરાબ થઈ જશે, કારણ કે દેશભક્તો, ક્રાન્તિકારીઓ અને સૌથી ઊંચે તો સંતો સામે ટકરાય છે તે નાશ જ પામે છે, પછી એ રાવણ હોય, કંસ હોય કે અત્યારના અધર્મી-વિધર્મી કોઈ પણ હોય.’



પ્રજ્ઞા ઠાકુરનાં આ નિવેદનની કૉન્ગ્રેસે ખૂબ ટીકા કરી હતી. કૉન્ગ્રેસના પ્રવક્તા કે. કે. મિશ્રાએ કહ્યું હતું કે જે રાવણની વિચારધારાને અનુસરે છે, તેમને બધે રાવણ જ દેખાય છે. અન્ય કૉન્ગ્રેસી નેતાઓએ પણ તેમની ટીકા કરી હતી. તેમણે પ્રજ્ઞા ઠાકુરને બહુમોઢાળા કહી ટીકા કરતાં કહ્યું હતું કે બીજેપીના આ સંસદસભ્ય ક્યારેક વ્હીલચૅર પર હોય છે, ક્યારેક કબડ્ડી રમતાં જોવા મળે છે તો ક્યારેક ગરબા રમતાં.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 11:32 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK