Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJPની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી જાહેર, મેનકા-વરુણ ગાંધી લિસ્ટમાંથી બહાર

BJPની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી જાહેર, મેનકા-વરુણ ગાંધી લિસ્ટમાંથી બહાર

07 October, 2021 04:12 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ વરુણ ગાંધી સતત યોગી અને મોદી સરકાર પર હુમલાવર છે. આ જોતા મેનકા ગાંધી અને દીકરા વરુણ ગાંધીને કાર્યકારિણીમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે


2022માં થનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ (Bhartiya Janata Party) પોતાની નવા રાષ્ટ્રીય કાર્યકારિણીની (New team of BJP National Office Bearers) જાહેરાત કરી દીધી છે. જેમાં 80 સભ્યોને સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય કારિણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), એમએમ જોશી (M M Joshi), કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah), રાજનાથ સિંહ (Rajnath Singh) સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ છે. જો કે મેનકા ગાંધી (Maneka Gandhi and Varun Gandhi are not in the List) અને વરુણ ગાંધીને નવી કાર્યકારિણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લખીમપુર ખીરીમાં (Lakhimpur Khiri  Case) થયેલી હિંસા બાદ વરુણ ગાંધી સતત યોગી (Yogi and Modi Government) અને મોદી સરકાર પર હુમલાવર છે. આ જોતા મેનકા ગાંધી (Maneka Gandhi) અને દીકરા વરુણ ગાંધીને (Son Varun Gandhi) કાર્યકારિણીમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

યોગી સરકાર પર હુમલાવર વરુણ ગાંધી
પીલીભીતમાંથી ભાજપ સાંસદ વરુણ ગાંધી લખીમપુર ખીરી કાંડ પર દરરોજ ટ્વીટ કરીને યોગી સરકાર પર દબાણ બનાવી રહ્યા છે. આજે પણ લખીમપુર કાંડ પર તેમણે ટ્વીટ કરી અને પોતાની જ સરકારને આડે હાથ લીધી છે. વરુણ ગાંધીએ લખ્યું છે કે આ વીડિયો કાચની જેમ એકદમ સ્પષ્ટ છે. પ્રદર્શનકારીઓનું મર્ડર કરીને તેમને ચૂપ કરાવી શકાય નહીં. નિર્દોષ ખેડૂતોનું લોહી વહેવાની ઘટના માટે જવાબદારી નક્કી કરવી જ જોઈએ. દરેક ખેડૂતના મગજમાં ઉગ્રતા અને નિર્દયતાની ભાવના ભરાય તે પહેલા તેમને ન્યાય અપાવવો જ જોઈએ.



ભાજપ મહાસચિવ અરુણ સિંહે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. કાર્યસમિતિમાં 50 ખાસ આમંત્રિત સભ્યો અને 179 સ્થાઈ આમંત્રિત સભ્યો પણ હશે. આમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, વિધેયક દળના નેતા, પૂર્વ ઉપમુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોર્ચા અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી સંગઠનના પદાધિકારી સામેલ થાય છે.


પૂર્વ મંત્રીઓને પણ સ્થાન
ભાજપ કાર્યસમિતિના મનોનિત સભ્યોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, નાગરિક ઉડ્ડાણ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રી, સાંસદ તેમજ વરિષ્ઠ નેતા સામેલ છે. કાર્યસમિતિમાં પૂર્વ મંત્રીઓ હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ સ્થાન અપાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2021 04:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK