Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ એસ. બોમ્મઈએ લીધા શપથ

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ એસ. બોમ્મઈએ લીધા શપથ

28 July, 2021 11:57 AM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ બમ્મઈએ શપથ લીધા છે.

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ એસ. બોમ્મઈએ લીધા શપથ

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ એસ. બોમ્મઈએ લીધા શપથ


કર્ણાટક(karnataka)માં આજે નવા મુખ્યપ્રધાનનું શાસન ચાલશે. રાજ્યમાં આજે બસરાવ એસ બોમ્મઈ(Basavaraj Bommai)એ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. હાલમાં હજી બસરાવ બોમ્મઈએ ખાલી શપથ જ લીધી છે, મંત્રીમંડળનું વિસ્તારણ બાદમાં કરવામાં આવશે. 

બસરાવ બોમ્મઈએ શપથ લીધા પહેલા પોતાના દિવસની શરૂઆતમાં કેટલાક નેતાઓ સાથે બાલાબ્રુયી ગેસ્ટ હાઉસ પાસે અંજનેય મંદિરમાં જઈ ભગવાનો આર્શિવાદ લીધો હતો.  તેમજ તેમણે રાજભવનમાં શપથ લેવા માટે સ્ટેજ પર જતા પહેલા યેદિયુરપ્પાના પણ આર્શિવાદ લીધી હતા. 




કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટીએ  બસરાવ એસ બોમ્મઈની મુખ્યપ્રધાનના પદ માટે પસંદગી કરી છે. કેન્દ્રિય સુપરવાઈઝરોની આગેવાની હેઠળ ગત રોજ એટલે કે મંગળવારે બેંગલુરૂમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજવાામાં આવી હતી, જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ વિધાનસભાના પક્ષના  નેતા તરીકે બસરાવની પસંદ કરવામાં આવ્યા હતાં. 


બસરાવ બોમ્મઈએ પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત જનતા દળથી કરી હતી.  ત્યાર બાદ તેઓ ભારતીય જનતાવ પાર્ટીમાં જોડાયા હતાં.  કહેવામાં આવી રહ્યું છે બસરાવ બી.એસ. યેદિયુરપ્પાના ખુબ જ નજીકના વ્યક્તિ છે,  જેનો તેમને ફાયદો થયો અને મુખ્યપ્રધાનની રેસમાં પ્રથમ તેમની પસંદગી કરવામાં આવી હોવાનની વાત થઈ રહી છે. 

બી.એસ યેદિયુરપ્પાની જેમ બસરાવ પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. તેમના પિતા પણ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે રહી ચુક્યા છે. બસરાવ બોમ્મઈ કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન છે. 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 11:57 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK