° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


મનમોહન સિંહ સામે એફઆઇઆરની બીજેપીની ડિમાન્ડથી સરકારને ટેન્શન

20 October, 2012 06:27 AM IST |

મનમોહન સિંહ સામે એફઆઇઆરની બીજેપીની ડિમાન્ડથી સરકારને ટેન્શન

મનમોહન સિંહ સામે એફઆઇઆરની બીજેપીની ડિમાન્ડથી સરકારને ટેન્શનકોલસાકૌભાંડમાં કથિત સંડોવણીના આરોપસર બીજેપીએ વડા પ્રધાન મનમોહન સિંહ સામે એફઆઇઆર નોંધવાની માગણી કરી છે જેના પગલે સરકારે કોઈ પણ કાનૂની ચેતવણી સામે વડા પ્રધાનને રક્ષણ આપવા માટે કાયદાના નિષ્ણાતોની મદદ માગી છે. બીજેપીની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાએ ગઈ ૨૦ સપ્ટેમ્બરે દેશભરનાં ૭૯૦ પોલીસ-સ્ટેશનોમાં વડા પ્રધાન મનમોહન સિંહ સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસાકૌભાંડ માટે વડા પ્રધાન મનમોહન સિંહને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી હવે વડા પ્રધાન સામે એફઆઇઆર નોંધવા માગે છે. બીજેપીની આ હિલચાલને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગમચેતીનાં પગલાંના ભાગરૂપે વડા પ્રધાનને કાનૂની રક્ષણ આપવા કાયદાના જુદા-જુદા એક્સપર્ટ પાસેથી સલાહ માગી છે. આ બાબતે ઍટર્ની જનરલ જી. ઈ. વહાણવટીની સલાહ પણ માગવામાં આવી હતી. વહાણવટીએ તેમના રિસ્પૉન્સમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાનોને કાનૂની પગલાં સામે બંધારણીય રક્ષણની કોઈ જોગવાઈ નથી. જોકે સરકારે હાલના તબક્કે અગમચેતીનાં પગલાં ભરવાની જરૂર નથી. માત્ર ફરિયાદથી ચિંતા કરવાની જરૂર નથી. દરેક પોલીસ ફરિયાદ આપમેળે એફઆઇઆરમાં તબદીલ થતી નથી.

20 October, 2012 06:27 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોવૅક્સિન અને કોવિશીલ્ડ બંને રસી પાંચ જ મિનિટમાં અપાઈ

પટનામાં આ ગોટાળો : મહિલા ડૉક્ટરોની નિગરાની હેઠળ

20 June, 2021 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રફાલ જેટ્સ ૨૦૨૨ સુધીમાં ઍરફોર્સમાં સામેલ થઈ જશે

કોરોના રોગચાળા સંબંધી કારણસર એકાદ-બે વિમાનોની ડિલિવરી સ‍હેજ મોડી પડી શકે અન્યથા એ ઇન્ડક્શન પ્લાન બરાબર પૂર્વયોજના અનુસાર પાર પડશે.

20 June, 2021 09:02 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના વાઇરસનાં ભારતમાં ૧૨૦થી વધુ મ્યુટેશન, ૮ સૌથી વધુ ખતરનાક

વેરિઅન્ટના શરૂઆતના રિપોર્ટનાં પરિણામ ખૂબ ચોંકાવનારાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિઅન્ટ પણ છે.

20 June, 2021 08:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK