Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચીની સૈન્યએ અરુણાચલી યુવકને પરત કર્યો, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

ચીની સૈન્યએ અરુણાચલી યુવકને પરત કર્યો, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

27 January, 2022 04:18 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને પીએલએ દ્વારા ચીની સેનાને તેરાનને સોંપવાની માહિતી આપી હતી

તસવીર- ટ્વીટર

તસવીર- ટ્વીટર


આખરે 12 દિવસ બાદ ચીને (China) ગુરુવારે અરુણાચલ  (Arunachal Pradesh) પ્રદેશના મીરમ તેરાનથી ગુમ થયેલા યુવકને ભારતીય સેનાને સોંપી દીધો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને પીએલએ દ્વારા ચીની સેનાને તેરાનને સોંપવાની માહિતી આપી હતી. રિજિજુએ કહ્યું કે 19 વર્ષીય તેરાનની મેડિકલ તપાસ અને અન્ય ટેસ્ટ અને પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

ગણતંત્ર દિવસના દિવસે ભારતીય સેનાએ ચીનની સેના સાથે હોટલાઈન પર વાત કરી હતી અને મીરામ તેરાનને જલ્દી પરત મોકલવાની વાત કરી હતી. આ મામલે મીડિયા સાથે વાત કરતા અરુણાચલ પૂર્વના બીજેપી સાંસદ તાપીર ગાઓએ કહ્યું છે કે અમે ખુશ છીએ કે અમારો છોકરો પાછો આવ્યો છે.17 જાન્યુઆરીએ મીરામ તેરાનનું અપહરણ કરીને ચીન લઈ જવાના સમાચાર આવ્યા હતા. આ પછી ભારતીય સેનાએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો સંપર્ક કર્યો હતો. સેનાએ કહ્યું કે મિરામ તેરાન શિઉંગ લાના બિશિંગ વિસ્તારમાંથી ગુમ થઈ ગયા હતા. તે શિકાર માટે બહાર ગયો હતો. ભારતીય સેનાએ ચીની સેનાને કહ્યું હતું કે જો તે રસ્તો ભટકી ગયો હોય અથવા તેની કસ્ટડીમાં હોય તો તેને શોધી કાઢો અને તરત જ ભારતને સોંપી દો. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા નિવેદનમાં રિજિજુએ કહ્યું કે કેટલાક લોકોએ કહ્યું હતું કે તેમને PLA દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે યુવક LAC નજીકના વિસ્તારમાંથી ગાયબ થઈ ગયો હોવાથી સેનાએ 19 જાન્યુઆરીએ ચીની સેનાનો સંપર્ક કર્યો હતો. આ પછી, ચીની પક્ષે ખાતરી આપી હતી કે તેઓ તેને શોધી કાઢશે અને યોગ્ય પ્રક્રિયા મુજબ તેને પરત સોંપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 04:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK