હવામાન વિભાગે ચેતવણી જારી કરીને કહ્યું છે કે માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં અને 10ના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં અને 10 મેથી 12 મે સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ન રહેલાની સલાહ આપી છે.

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી: હવમાન વિભાગે માહિતી આપી છે કે, મંગળવારે ચક્રવાત `અસાની` ઉત્તર-પૂર્વ તરફ વળે અને ઉત્તર આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવા પર ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરીને કહ્યું છે કે માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં અને 10ના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં અને 10 મેથી 12 મે સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ન રહેલાની સલાહ આપી છે.
હવામાન વિભાગે અસાનીની ગતિ અને તીવ્રતા અંગે જાણકારી આપી જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન બુધવારે તીવ્ર ચક્રવાતી તોફાનમાં અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદનું કારણ બનશે.
આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 10મી અને 12મી મે દરમિયાન અરુણાચલ પ્રદેશમાં અને 09-12મી મે દરમિયાન આસામ-મેઘાલય અને મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. તે જ સમયે, 08-12 દરમિયાન રાજસ્થાનના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે.
હવામાન સંબંધિત તેની આગાહીમાં IMD એ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં 09 મેના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 9 થી 12 મે સુધી અને દક્ષિણ હરિયાણા, દિલ્હી અને દક્ષિણ પંજાબમાં 10 થી 12 મે દરમિયાન વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
10મી સાંજથી કોસ્ટલ ઓડિશા અને ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 11 મેના રોજ દરિયાકાંઠાના ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.