Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુઝફ્ફરપુરમાં આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ધોળે દહાડે ૧૫ લાખની લૂંટ

મુઝફ્ફરપુરમાં આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ધોળે દહાડે ૧૫ લાખની લૂંટ

20 September, 2022 09:05 AM IST | Muzaffarpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તત્કાળ પોલીસનો સંપર્ક કરાતાં તેમણે બૅન્કના સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસી પોલીસની એક ટીમને આરોપીઓની શોધમાં લગાડી દીધી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


બિહારમાં દિવસે-દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે. ગઈ કાલે બિહારના મુઝફ્ફરપુરના ગોબરસહી વિસ્તારમાં સ્થિત આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ધોળે દહાડે ત્રણ બદમાશોએ બૅન્કના કર્મચારીઓને બંધક બનાવીને ૧૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. પોલીસ આરોપીઓને શોધી રહી છે.  

બૅન્કના ડેપ્યુટી બ્રાન્ચ મૅનેજરે જણાવ્યું હતું કે મુઝફ્ફરપુરમાં સ્થિત આઇસીઆઇસીઆઇ બૅન્કમાં અમારો સ્ટાફ પહોંચ્યો કે તરત જ ત્રણ બદમાશો હથિયારના જોરે અમને બંધક બનાવી બૅન્કમાં રહેલા ૧૫ લાખ રૂપિયા લઈને પલાયન થઈ ગયા હતા. લૂંટની આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કૅમેરામાં ઝિલાઈ ગઈ છે.



તત્કાળ પોલીસનો સંપર્ક કરાતાં તેમણે બૅન્કના સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસી પોલીસની એક ટીમને આરોપીઓની શોધમાં લગાડી દીધી હતી. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપવામાં એ સફળ થશે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 09:05 AM IST | Muzaffarpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK