Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પેગસસના ઘટસ્ફોટના દાવાને અમારું સમર્થન છે જ: ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ

પેગસસના ઘટસ્ફોટના દાવાને અમારું સમર્થન છે જ: ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ

23 July, 2021 10:24 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેગસસ જાસૂસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હ્યુમન રાઇટ્‌સ ગ્રુપ ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ગઈ કાલે કેન્દ્રસ્થાને હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પેગસસ જાસૂસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હ્યુમન રાઇટ્‌સ ગ્રુપ ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ગઈ કાલે કેન્દ્રસ્થાને હતું. પહેલાં કેટલાક મીડિયામાં અમુક ઇઝરાયલી પત્રકારોને ટાંકીને એવો અહેવાલ બહાર આવ્યો હતો કે ઍમ્નેસટીએ દાવા સાથે જણાવ્યું છે કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી યાદીને એનએસઓ ગ્રુપના પેગસસ સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવી હોવાનું અમે ક્યારેય કહ્યું જ નથી.

ઍમ્નેસ્ટીએ ખુલાસો કર્યો હતો કે ‘પેગસસ પ્રોજેક્ટમાં જેકંઈ બહાર આવ્યું છે એ વિશેના અમારા અગાઉના નિવેદનને અમે વળગી રહ્યા છીએ અને આ જાસૂસી કાંડમાંના ડેટાનો ઇઝરાયલના એનએસઓ ગ્રુપના પેગસસ સ્પાયવેરના સંભવિત લક્ષ્યાંકો સાથે સંબંધ છે જ.’


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2021 10:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK