° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ડેટા પ્રોટેક્શન બિલમાં સુધારો, ૫૦૦ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે

19 November, 2022 12:43 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે ગઈ કાલે ઇશ્યુ કરેલા ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન બિલ ૨૦૨૨ના પ્રસ્તાવિત ડ્રાફ્ટની જોગવાઈઓનો ભંગ કરવા બદલ દંડની રકમ વધારીને ૫૦૦ કરોડ રૂપિયા કરી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કેન્દ્ર સરકારે ગઈ કાલે ઇશ્યુ કરેલા ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન બિલ ૨૦૨૨ના પ્રસ્તાવિત ડ્રાફ્ટની જોગવાઈઓનો ભંગ કરવા બદલ દંડની રકમ વધારીને ૫૦૦ કરોડ રૂપિયા કરી છે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનો ડ્રાફ્ટ ૨૦૧૯માં ઇશ્યુ કરવામાં આવ્યો હતો, જેમાં કંપનીના ગ્લોબલ ટર્નઓવરના ચાર ટકા કે પંદર કરોડ રૂપિયાની પૅનલ્ટીની દરખાસ્ત હતી. 
આ ડ્રાફ્ટ-બિલની એક નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ ખરડાનો હેતુ એ રીતે ડિજિટલ પર્સનલ ડેટાનું પ્રોસેસિંગ છે કે જેનાથી લોકોના પર્સનલ ડેટાના અધિકાર તેમ જ કાયદાકીય હેતુઓ માટે પર્સનલ ડેટાના પ્રોસેસિંગની જરૂરિયાતને માન્ય રહે.’ 
ડેટા પ્રોટેક્શન બિલને સ્થાને આ પ્રસ્તાવિત બિલ આવશે કે જેને આ વર્ષે ઑગસ્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.  આ ડ્રાફ્ટમાં ડેટા પ્રોટેક્શન બોર્ડ ઑફ ઇન્ડિયાની દરખાસ્ત છે કે જે આ બિલની જોગવાઈઓને અનુરૂપ કામગીરી કરશે. 
જો ડેટા પ્રોસેસર એની હસ્તક કે કન્ટ્રોલમાં રહેલા પર્સનલ ડેટાને પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ જાય તો એવી સ્થિતિમાં ૨૫૦ કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની આ બિલમાં જોગવાઈ છે. જો ડેટાના રક્ષણ કરવામાં નિષ્ફળતા વિશે ડેટા પ્રોસેસર બાદમાં બોર્ડ અને ડેટા ઓનરને માહિતી આપવામાં નિષ્ફળ જાય તો ૨૦૦ કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. આ બિલમાં શરતો હેઠળ વ્યક્તિના પર્સનલ ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવાનો કંપનીને અધિકાર છે.

19 November, 2022 12:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બદલો...અપહરણ... હત્યા... મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ

માતા-પિતાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીનુ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી યુવતીએ

02 December, 2022 07:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેદરકારી કે દુર્ઘટના: ટ્રેનમાં યાત્રીના ગળામાંથી આર-પાર થયો લોંખડનો સળિયો

પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.

02 December, 2022 07:25 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે

02 December, 2022 11:08 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK