Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમરિંદર સિંહ જોડાયા ભાજપમાં: પંજાબ લોક કૉંગ્રેસનો ભાજપમાં વિલય

અમરિંદર સિંહ જોડાયા ભાજપમાં: પંજાબ લોક કૉંગ્રેસનો ભાજપમાં વિલય

19 September, 2022 07:21 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ પણ હાજર હતા

તસવીર સૌજન્ય: પીટીઆઈ

તસવીર સૌજન્ય: પીટીઆઈ


પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે સાંજે ભાજપમાં જોડાયા. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે ભાજપની મેમ્બરશિપ સ્લિપ આપી કેપ્ટનને પાર્ટીમાં સામેલ કર્યા હતા. કેપ્ટનની સાથે તેમના અડધા ડઝનથી વધુ જૂના સાથીદારો પણ ભાજપમાં જોડાયા હતા. કેપ્ટને તેમની `પંજાબ લોક કૉંગ્રેસ` (PLC) પાર્ટીને પણ બીજેપીમાં ભેળવી દીધી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ પણ હાજર હતા.

કેપ્ટન સાથે ભાજપમાં જોડાનારાઓમાં તેમના પુત્ર યુવરાજ રાનીન્દર સિંહ, પુત્રી બીબા જયઈન્દર કૌર, પંજાબ વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અજૈબ સિંહ ભટ્ટી, પંજાબ મહિલા કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી બલબીર રાણા સોઢી, મહાકલાનના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રીમતી બલબીર રાણા સોઢી, પંજાબ વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અજાયબ સિંહ ભટ્ટીનો સમાવેશ થાય છે. દક્ષિણના પૂર્વ ધારાસભ્ય હરજિન્દર સિંહ કોન્ટ્રાક્ટર, માનસાના પૂર્વ ધારાસભ્ય પ્રેમ મિત્તલ, અમરિક સિંહ અલીવાલ અને કેવલ સિંહ પણ સામેલ હતા.



ભાજપમાં જોડાયા બાદ કેપ્ટને ભાજપ નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે “પંજાબ સરહદી રાજ્ય છે અને પંજાબ સાથે સંબંધિત હોવાથી તેઓ અહીંની સમસ્યાઓ જાણે છે. પાકિસ્તાન પંજાબને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. ડ્રોન દ્વારા સરહદ પારથી હથિયાર અને ડ્રગ્સ સપ્લાય કરવાનું ચાલુ રાખે છે. આવી સ્થિતિમાં અહીં મજબૂત નેતૃત્વની જરૂર છે.”


કેપ્ટને કહ્યું કે તેઓ ઘણા સમય પહેલા ભાજપમાં જોડાવાના હતા, પરંતુ તેમને કરોડરજ્જુની સર્જરી માટે બહાર જવું પડ્યું હતું. તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ઓપરેશનમાંથી પાછા ફર્યા બાદ તેમને ભાજપમાં જોડાવા વિનંતી કરી હતી.

જ્યારે પત્રકારોએ કેપ્ટનને પૂછ્યું કે હવે તેઓ ભાજપમાં જોડાયા છે અને હરિયાણામાં પણ તેમની પાર્ટીની સરકાર છે, ત્યારે સતલજ-યમુના લિંક (SYL) કેનાલ જેવા વિવાદ પર તેમનું શું વલણ હશે? તો કેપ્ટને કહ્યું કે તેઓ હંમેશા પંજાબના હિતની વાત કરશે કારણ કે તેમના માટે પંજાબ પ્રથમ છે.


આ પણ વાંચો: MMS લીક કેસ મામલે ચંડીગઢ સાંસદ કિરણ ખેરે કહ્યું- `હું સ્પષ્ટ કરવા ઈચ્છું..` 

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 07:21 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK