° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


દરગાહમાંથી નૂપુર શર્માની હત્યા માટે ઈનામ આપવાનો વીડિયો વાયરલ, ખાદિમની ધરપકડ

06 July, 2022 03:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સલમાન ચિશ્તી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

તસવીર સૌજન્ય: પીટીઆઈ

ઉદયપુર હત્યાકાંડ બાદ રાજસ્થાનમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. ધાર્મિક ઉન્માદ અને સાંપ્રદાયિક વાતાવરણ ન બગડે તે માટે ઈન્ટરનેટ સેવાઓ પણ 5 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી, પરંતુ ફરી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિસ્તીએ નુપુર શર્માનું ગળું કાપનારને ઈનામ આપવાની વાત કરી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ખાદિમની મંગળવારે રાત્રે અજમેર પોલીસે ધરપકડ કરી છે, પરંતુ પોલીસના હાથે પકડાયા બાદ પણ ખાદિમ સલામાન ચિશ્તી હેરાન ન હતો, તેના બદલે તે મીડિયા સામે હસતો રહ્યો હતો.

ધાર્મિક લાગણી ભડકાવવાના પ્રયાસ બદલ કેસ દાખલ

દરગાહના એસએચઓ દલબીર સિંહે કહ્યું કે “નુપુર શર્મા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ખાદિમ સલમાન ચિશ્તી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કેસની સાથે તેના સંભવિત ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આખરે મંગળવારે મોડી રાત્રે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.”

સલમાન ચિશ્તી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના તમામ જૂના કેસ ઉકેલાઈ ગયા છે. હુમલાનો એક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આરોપીએ આ વીડિયો કેમ બનાવ્યો અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે? આ અંગે તપાસ કરવામાં આવશે.

પરિવારે માત્ર ઘરમાં હોવાની માહિતી આપી હતી

દરગાહ પોલીસ સ્ટેશન અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ આરોપી સલમાન અજમેરથી ફરાર થઈ ગયો હતો. બાદમાં તેના પરિવારજનોને આ અંગે પૂછપરછ કરવામાં આવતા તેમણે તેને બોલાવવાની ખાતરી આપી હતી. બાદમાં રાત્રે ઘરે હોવાની જાણ કરી હતી. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવશે.

06 July, 2022 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Shrikant Tyagi:પોલીસે શ્રીકાંત ત્યાગીની કરી ધરપકડ, નેતા છુપાયો હતો મેરઠમાં

જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીકાંત ત્યાગી પોતે ભંગેલથી ડ્રાઇવ કરીને મેરઠ ગયા હતા. તે તેના નજીકના મિત્રના ઘરે છુપાયેલો હતો. પોલીસની અનેક ટીમો તેને શોધી રહી હતી.

09 August, 2022 01:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

VIDEO: ઢોલ નગાડા સાથે શ્વાનની કાઢી અંતિમ યાત્રા, દ્રશ્યો જોઈ થઈ જશો ભાવુક

પરલાખેમુંડીમાં રહેતા પરિવારે 17 વર્ષ પહેલા `અંજલિ` નામનો કૂતરો પાળ્યો હતો. આ પરિવાર અને અંજિલ વચ્ચે એવી મિત્રતા કેળવી કે તે પરિવારનો સભ્ય બની ગઈ. અંજલિ પણ દરેક નાના-નાના નિર્ણયમાં સામેલ થઈ જતી.

09 August, 2022 11:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

જમાત-એ-ઇસ્લામી ટેરર ફન્ડિંગ કેસમાં એનઆઇએના દરોડા

આ રેઇડ ઝકાત (ચૅરિટી) અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના નામે જેઈઆઈ દ્વારા એકત્ર કરવામાં આવતા ભંડોળ સંબંધી હતી

09 August, 2022 09:35 IST | Jammu | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK