° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


કોચિંગ સેન્ટર્સે કરાવ્યો વિરોધનો ભડકો? પોલીસ કરી રહી છે તપાસ

19 June, 2022 10:31 AM IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તોડફોડ કરનારાઓના મોબાઇલમાંથી કોચિંગ સેન્ટર્સના વૉટ્સઍપ મેસેજિસ અને વિડિયો ફુટેજ મળી આવ્યાં છે, એટલે જ કોચિંગ સેન્ટર્સની ભૂમિકાની તપાસ થઈ રહી છે

ફાઇલ તસવીર Agneepath Protest

ફાઇલ તસવીર

અગ્નિપથ ભરતી યોજનાની વિરુદ્ધ આંદોલન કરવા માટે કોચિંગ સેન્ટર્સે યુવાનોને ઉશ્કેર્યા હોવાનો ઍન્ગલ બહાર આવ્યો છે. બિહાર પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્યમાં આ યોજનાની વિરુદ્ધ હિંસક દેખાવો માટે ઉશ્કેરણીમાં કોચિંગ સેન્ટર્સની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના સંગઠન ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશને ગઈ કાલે ૨૪ કલાકના બિહાર બંધનું એલાન કર્યું હતું.

પટનાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ચન્દ્રશેખર સિંહે કહ્યું હતું કે દાનાપુર રેલવે સ્ટેશન ખાતે તોડફોડ બદલ ૧૭૦ લોકોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી ૪૬ જણની ધરપકડ કરવામાં આવી છે.

ચન્દ્રશેખર સિંહે કહ્યું હતું કે ‘દાનાપુર રેલવે સ્ટેશન ખાતે તોડફોડ બદલ જેમની ધરપકડ કરવામાં આવી છે તેમના મોબાઇલમાંથી કેટલાંક કોચિંગ સેન્ટર્સના વૉટ્સઍપ મેસેજિસ અને વિડિયો ફુટેજ મળી આવ્યાં છે. અમે એના આધારે કોચિંગ સેન્ટર્સની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. જો કોચિંગ સેન્ટર્સની સંડોવણી હોવાનું પુરવાર થશે તો તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.’

બિહારના ૧૨ જિલ્લા-કૈમેર, ભોજપુર, ઔરંગાબાદ, રોહતાસ, બક્સર, નવાડા, પશ્ચિમ ચંપારણ, સમસ્તિપુર, લખીસરાઈ, બેગુસરાઈ, વૈશાલી અને સારણમાં ઇન્ટરનેટ સર્વિસને ટેમ્પરરી રદ કરવામાં આવી છે. 

એકલા બિહારમાં જ વિરોધ-પ્રદર્શનના કારણે ૨૦૦ કરોડનું નુકસાન

બિહારમાં વિરોધ-પ્રદર્શનના સળંગ ચોથા દિવસે પથ્થરમારામાં અનેક પોલીસને ઈજા થઈ હતી. અહીં એક રેલવે સ્ટેશન અને પોલીસના એક વાહનને આગ લગાડવામાં આવી હતી. પટના જિલ્લાના મસૌઢી સબ ડિવિઝનમાં તારેગના રેલવે સ્ટેશનને પ્રદર્શનકર્તાઓએ આગ લગાડી હતી અને રેલવે પોલીસની એક જીપને પણ સળગાવી હતી. પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સાથેની તેમની અથડામણનું કવરેજ કરી રહેલા પત્રકારોને માર્યા પણ હતા. બિહારમાં વિરોધ-પ્રદર્શ‌ન કરનારાઓએ સૌથી વધુ રેલવે અને બસોને નુકસાન પહોંચાડ્યું છે. એકલા આ રાજ્યમાં જ ૨૦૦ કરોડ રૂપિયાની મિલકત નષ્ટ થઈ ગઈ છે. ૧૦ એન્જિન અને ૬૦ કોચ સંપૂર્ણપણે આગમાં ખાખ થઈ ગયાં છે. દાનાપુર રેલવે ડિવિઝનના ડિવિઝનલ મૅનેજર પ્રભાત કુમારે જણાવ્યું હતું કે પ્લૅટફૉર્મ્સ, કમ્પ્યુટર સિસ્ટમ્સ અને અન્ય ટેક્નિકલ ઇક્વિપમેન્ટ્સને પણ નુકસાન થયું છે.

19 June, 2022 10:31 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

આયોધ્યાયમાં હનુમાન મંદિરમાં સૂતેલા યુવકની હત્યા, પોલીસે કર્યો ખુલાસો

હત્યારા પિતરાઈ ભાઈ ની ધરપકડ કરવામાં આવી છે

03 July, 2022 04:50 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

News In Short: ચાલો, જિંદગી બચાવીએ

પ્લાસ્ટિક આપણા ગ્રહ તેમ જ આપણા પોતાના હેલ્થ માટે નુકસાનકારક છે. જોકે એની સાથે જ બાળમજૂરી પણ દેશ માટે કલંકિત છે. બાળમજૂરી અને પ્લાસ્ટિકનો અયોગ્ય ઉપયોગ બન્નેને રોકવાની જરૂર છે.

03 July, 2022 01:53 IST | Mumbai | Agency
રાષ્ટ્રીય સમાચાર

માત્ર બે વીકમાં સ્પાઇસજેટની પાંચ ફ્લાઇટ્સ પર સંકટ તોળાયું

૫૦૦૦ ફુટની ઊંચાઈએ કૅબિનમાં ધુમાડો, પ્લેનને દિલ્હી ઍરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું

03 July, 2022 01:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK