બુધવારે આ વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧૨ ટ્રેનને સળગાવવામાં આવી છે

ફાઇલ તસવીર
અગ્નિપથ યોજનાનો વિરોધ દિવસે-દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે આ વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧૨ ટ્રેનને સળગાવવામાં આવી છે. ૨૧૪ ટ્રેન કૅન્સલ થઈ છે, ૧૧ને ડાઇવર્ટ કરવામાં આવી છે અને ૯૦ ટ્રેનનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો હતો અને એ એમના ડેસ્ટિનેશન્સ પર નહોતી પહોંચી શકી. ૧૨ ટ્રેનને સળગાવવામાં આવતાં રેલવેને ઓછામાં ઓછું છ અબજ રૂપિયાનું નુકસાન થયું છે.
1.25
કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે એક સ્લીપર કોચ બનાવવામાં
20
કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે ટ્રેનનું એન્જિન બનાવવામાં
50
કરોડ રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચ થાય છે એક્સપ્રેસ ટ્રેન બનાવવામાં
2
કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે એક એસી કોચ બનાવવામાં