° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


રામાયણ એક્સપ્રેસના વેટર્સનો ડ્રેસ કોડ બદલાયો, સંતોએ આપી હતી ધમકી, જાણો વધુ

23 November, 2021 12:25 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

રામાયણ સર્કિટ ટ્રેનના વેટર્સે સંતોની વેશભૂષા પહેરવા વિવાદ બાદ રેલ્વેએ તેમના ડ્રેસ કોડમાં ફેરફાર કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રામાયણ સર્કિટ ટ્રેન (Ramayana circuit train)ના વેટર્સે સંતોની વેશભૂષા પહેરવા વિવાદ બાદ રેલ્વેએ તેમના ડ્રેસ કોડમાં ફેરફાર કર્યો છે. આ અંગે માહિતી મળતાં સંતોએ ટ્રેન રોકવાની ધમકી આપી હતી અને રેલવે મંત્રીને પત્ર લખ્યો હતો. 

તાજેતરમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેનમાં વેટરના ડ્રેસને લઈને વિવાદ થયો હતો. આ પછી ડ્રેસ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ટ્રેનની અંદર કામ કરતા વેઈટર સંતોના પોશાકમાં જોવા મળ્યા હતા. ઉજ્જૈનમાં રહેતા સંતોએ આ અંગે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો.રેલવે મંત્રીને પત્ર લખીને વિરોધ પણ નોંધાવ્યો હતો. આગામી 12મી ડિસેમ્બરે શરૂ થનારી ટ્રેનને રોકવાની પણ ચીમકી આપવામાં આવી હતી. 

નોંધનીય છે કે અયોધ્યા, ચિત્રકૂટ સહિત ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરવાના હેતુથી ભારતીય રેલવેએ IRCTC દ્વારા રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી આ ટ્રેનમાં ભક્તોને ટ્રેનની અંદર જ ભોજન પીરસવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક લોકો સાધુઓના પોશાક પહેરેલા જોવા મળી રહ્યા છે જે ભોજન પીરસી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ રામાયણ સર્કિટ ટ્રેનનો વીડિયો છે અને તે બધા ટ્રેનના વેટર્સ છે, જે આ લુકમાં મુસાફરોને ભોજન પીરસી રહ્યા છે.

પરમહંસ અખાડા પરિષદના ભૂતપૂર્વ મહાસચિવ અવધેશપુરીએ વાંધો ઉઠાવ્યો હતો કે વેટર્સ સંતોના વસ્ત્રો પહેરે છે, જે સાધુ સમાજનું અપમાન છે. ટૂંક સમયમાં તેનો પોશાક બદલવો જોઈએ નહીં તો સંત સમાજ 12મી ડિસેમ્બરે ઉપડતી ટ્રેનનો વિરોધ કરશે. હજારો હિંદુઓ ટ્રેન સામે વિરોધ પ્રદર્શન કરશે. જોકે રેલવેએ ડ્રેસ કોડમાં ફેરફાર કર્યો છે.

23 November, 2021 12:25 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Omicron:દિલ્હીમાં પણ એક કેસ આવ્યો સામે, આ વેરિયન્ટથી દેશમાં કુલ 5 લોકો સંક્રમિત

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે.

05 December, 2021 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ICMRના વૈજ્ઞાનિકોનો દાવો, ઓમિક્રોન જલદી ફેલાય છે, તેથી તે ઘાતકી નથી!

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. આ કેસ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સામે આવ્યાં છે.

05 December, 2021 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ચક્રવાત `જવાદ`  આજે પુરીમાં ટકરાશે, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વરસાદને એંધાણ

બંગાળની ખાડીમાં ઉછળેલું ચક્રવાત જવાદ હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને બંગાળના કિનારા તરફ ઉત્તર-પૂર્વ તરફ વળ્યું છે.

05 December, 2021 01:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK