Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં લાઉડસ્પીકર વિવાદ,1000 મંદિરોમાં કરશે હનુમાન ચાલીસાના પાઠ

મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં લાઉડસ્પીકર વિવાદ,1000 મંદિરોમાં કરશે હનુમાન ચાલીસાના પાઠ

09 May, 2022 11:49 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાઉડસ્પીકર, અજાન અને હનુમાન ચાલીસાના પાઠ પર હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં પણ વિવાદ ઉભો થયો છે. અહીં રાજ્ય સરકાર દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની કાર્યવાહી ન કરવા પર હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 

કર્ણાટક: લાઉડસ્પીકર, અજાન અને હનુમાન ચાલીસાના પાઠ પર હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં પણ વિવાદ ઉભો થયો છે. અહીં રાજ્ય સરકાર દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની કાર્યવાહી ન કરવા પર હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. રાજ્ય સરકારને 8 મે સુધી મસ્જિદોમાંથા લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ સરકાર આવું ના કર્યુ. જેના બાદ હિન્દુ સંગઠનોએ એલાન કર્યુ કે જ્યાં સુધી સરકાર સ્પીકર નહીં હટાવે ત્યાં ત્યાં સુધી અજાનના સમય પર 1000 મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. 



હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, જો પોલીસ પ્રશાસન તેમને આવું કરતા રોકશે તો સંગઠન તેની સામે લડવા માટે પણ તૈયાર છે. સંગઠનોએ કહ્યું કે રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ તેમણે કોઈ પણ કાર્યવાહી કરી નથી, તો હવે અમે ખુદ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છીએ. 


હિન્દુ સંગઠનોની આ જાહેરાત બાદ રાજ્ય પોલીસ એલર્ટ પર છે. રિઝર્વ પોલીસ ફોર્સને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કર્ણાટકમાં હિજાબ અને બજરંગ દળના કાર્યકરની હત્યાને લઈને હંગામો થયો છે. તમને જણાવી દઈએ કે, મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા 250 મસ્જિદોને નોટિસ આપવામાં આવી છે. તે જ સમયે, કોર્ટના આદેશ પછી, 350 મસ્જિદોને નોટિસ આપવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર સાયલન્ટ ઝોનમાં આવેલી મસ્જિદોના લાઉડસ્પીકર 50 ડેસિબલ, રહેણાંક વિસ્તારોમાં 55 ડેસિબલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં 75 ડેસિબલ નક્કી કરવામાં આવ્યા છે.

મામલાની સંવેદનશીલતાને જોઈ મુખ્યપ્રધાન બસરાવ બોમ્મઈએ ખુદ આ મુદ્દાની કમાન સંભાળી છે. મુખ્યપ્રધાને કહ્યું કે,રાજ્યમાં શાંતિ જાળવવા માટે તમામ લોકોએ સંયમથી કામ લેવું પડશે. આ સાથે જ તેમણે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પરંતુ તણાવની આશંકાને ધ્યાને રાખી લાઉડસ્પીકર લગાયેલા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં પોલીસ એલર્ટ પર છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2022 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK