આજે તેઓએ દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા પ્રખ્યાત હનુમાન મંદિરમાં આરતી કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા. આ દરમિયાન તેમના પતિ અને મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા પણ તેમની સાથે હાજર હતા.

ફાઈલ ફોટો
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા(Navneet Rana)એ પતિ રવિ રાણા સાથે મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ આ જાહેરાતને અમલમાં મૂકવા માટે રાણા દંપતીએ શહેર બદલી નાખ્યું અને આજે તેઓએ દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા પ્રખ્યાત હનુમાન મંદિરમાં આરતી કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા. આ દરમિયાન તેમના પતિ અને મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા પણ તેમની સાથે હાજર હતા.
નવનીત રાણાએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
નવનીત રાણા તેના પતિ અને મંદિરના પૂજારીઓની હાજરીમાં ધાર્મિક વિધિ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતાં.
નવનીત રાણા અને રવિ રાણા 5 મેના રોજ જામીન પર જેલમાંથી બહાર આવ્યા
નોંધનીય છે કે નવનીત રાણા અને રવિ રાણા બંનેની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓએ ગયા મહિને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન `માતોશ્રી`ની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. તેમની સામે રાજદ્રોહ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 12 દિવસ જેલમાં રહ્યા બાદ તેને 13માં દિવસે શરતી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તેમની મુક્તિ પછી, નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને એક મતવિસ્તાર પસંદ કરવા અને આગામી ચૂંટણીમાં તેમનો સામનો કરવાનો પડકાર ફેંક્યો. તેમણે શિવસેના સરકારને `ગુંડા રાજ` પણ ગણાવી હતી.