Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદની બહેન કૉન્ગ્રેસમાં જોડાઈ, મોગાથી લડશે ચૂંટણી

સોનુ સૂદની બહેન કૉન્ગ્રેસમાં જોડાઈ, મોગાથી લડશે ચૂંટણી

11 January, 2022 08:21 AM IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પક્ષના પંજાબ એકમના વડા નવજોત સિંહ સિધુએ આ બાબતને ૧૪મી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આ વિકાસને ગેમ-ચેન્જર ગણાવી હતી

મોગામાં માલવિકા અને સોનુ સૂદના ઘરે પંજાબ કૉન્ગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિધુ

મોગામાં માલવિકા અને સોનુ સૂદના ઘરે પંજાબ કૉન્ગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિધુ


અભિનેતા-સોનુ સૂદની બહેન માલવિકા સૂદ ગઈ કાલે કૉન્ગ્રેસમાં જોડાયા હતા. પક્ષના પંજાબ એકમના વડા નવજોત સિંહ સિધુએ આ બાબતને ૧૪મી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આ વિકાસને ગેમ-ચેન્જર ગણાવી હતી. પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્ની અને સિધુની ઉપસ્થિતિમાં માલવિકા સૂદ પંજાબ કૉન્ગ્રેસમાં જોડાઈ હતી. 
સિધુએ કહ્યું, ‘પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન બન્ને સન્માન આપવા માટે કોઈના ઘરે જાય એ ખૂબ જ દુર્લભ ઘટના છે અને માલવિકા સૂદ તેની હકદાર છે.’
આ કાર્યક્રમનું આયોજન પંજાબના મોગા જિલ્લામાં સૂદના ઘરે કરવામાં આવ્યું હતું અને અભિનેતાએ ગયા વર્ષે નવેમ્બરમાં જ તેની બહેન રાજકારણમાં જોડાશે એમ જણાવ્યું હતું. મોગા વિધાનસભા ક્ષેત્રમાંથી માલવિકા સૂદ ચૂંટણી લડશે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં ચરણજિત સિંહ ચન્નીએ કહ્યું હતું કે તે પાર્ટીની પસંદગી હશે. 
કૉન્ગ્રેસમાં તેમનું સ્વાગત કરતાં સિધુએ કહ્યું, ‘એનજીઓ ચલાવીને નામ કમાનારી તેમ જ પોતાની જાતને લોકોની સેવામાં સમર્પિત કરનારી યુવતી અમારી પાર્ટીમાં જોડાઈ રહી છે એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2022 08:21 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK