Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આપના વિધાનસભ્યને તેમની જ પાર્ટીના કાર્યકરોએ માર માર્યો

આપના વિધાનસભ્યને તેમની જ પાર્ટીના કાર્યકરોએ માર માર્યો

23 November, 2022 11:31 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપીના નેતાઓ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને એને ભ્રષ્ટાચારનો પુરાવો ગણાવી રહ્યા છે

આમ આદમી પાર્ટીનું ચિન્હ (તસવીર સૌજન્ય : ગુજરાતી મિડ-ડે)

આમ આદમી પાર્ટીનું ચિન્હ (તસવીર સૌજન્ય : ગુજરાતી મિડ-ડે)


નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના એક વિધાનસભ્યને તેમની જ પાર્ટીના કાર્યકરોએ માર માર્યો હતો. જેનું કારણ દિલ્હીની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી હોવાનું જણાવાયું છે. બીજેપીના અનેક નેતાઓ આ ઘટનાના વિડિયોને સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યા છે.

આપના દિલ્હીના મટિયાલાથી વિધાનસભ્ય ગુલાબ સિંહ યાદવને માર મારવાનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુલાબ સિંહ સોમવારે રાતે લગભગ આઠ વાગ્યે પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ કરી રહ્યા હતા ત્યારે સમસ્યા થઈ હતી. બીજેપી જણાવે છે કે આ વિડિયો એ વાતનો પુરાવો છે કે આમ આદમી પાર્ટી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં રૂપિયા લઈને ટિકિટ વેચી રહી છે. 



રોષે ભરાયેલા કાર્યકર્તાઓ આ વિધાનસભ્યની સાથે મારામારી કરવા લાગ્યા. યાદવે ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી. કાર્યકર્તાઓ તેમનો પીછો કરવા લાગ્યા. આખરે આ વિધાનસભ્ય ભાગી જતા જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 11:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK