રાજ્યના તમામ બ્રિજનું મૉનિટરિંગ કરવા માટે પૉલિસી બનાવવાની પણ માગણી યાચિકામાં કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
બિહારમાં છેલ્લા ૧૫ દિવસમાં ૯ બ્રિજ તૂટી પડ્યા હોવાથી રાજ્યના તમામ બ્રિજનું રાજ્ય સરકાર સ્ટ્રક્ચરલ ઑડિટ કરે એવો નિર્દેશ સુપ્રીમ કોર્ટ આપે એ માટે જાહેર હિતની યાચિકા દાખલ કરવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં બંધાઈ રહેલા બ્રિજ અને થોડા જૂના થઈ ગયેલા બ્રિજ તૂટવાની ઘણી ઘટના બની હોવાથી જાનમાલનું નુકસાન થયું હોવાથી આ બાબતે ઉપાય યોજના કરવા માટે સુપ્રીમ કોર્ટને આદેશ આપવાનું આ યાચિકામાં કહેવામાં આવ્યું છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આને સામાન્ય અકસ્માત ન કહેવાય, કારણ કે આ તો માનવસર્જિત હોનારતો છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ જોતાં ૭૩.૦૬ ટકા વિસ્તારમાં પૂર આવવાની ભારોભાર શક્યતા છે. જો આ વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિનું જોખમ રહેલું છે. રાજ્યના તમામ બ્રિજનું મૉનિટરિંગ કરવા માટે પૉલિસી બનાવવાની પણ માગણી યાચિકામાં કરવામાં આવી છે.

