Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સપા નેતા આઝમ ખાનના પુત્ર અને તેમની પત્ની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી, જાણો વિગત

સપા નેતા આઝમ ખાનના પુત્ર અને તેમની પત્ની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી, જાણો વિગત

11 May, 2022 02:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આઝમના ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ અને પત્ની તન્ઝીન ફાતિમા સામે હવે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આઝમ ખાન

આઝમ ખાન


સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન (Azam Khan)બાદ હવે તેમની પત્ની અને પુત્રની મુશ્કેલીઓ વધી રહી છે.આઝમના પુત્ર અબ્દુલ્લા આઝમ અને પત્ની તન્ઝીન ફાતિમા સામે હવે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.વાસ્તવમાં, બે બર્થ સર્ટિફિકેટના મામલામાં તેમને સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. પરંતુ બંને ગેરહાજર રહ્યા હતા. જને બાદ કોર્ટે તેના વિરુદ્ધ  બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ. 

આ મામલે હવે 16 મે ના રોજ આગામી સુનાવણી કરવામાં આવશે. આ તારીખ પહેલા બંનેએ કોર્ટ સમક્ષ હાજર થવું પડશે, નહીંતર તેમના ધરપકડ થઈ શકે છે. 



બુધવારે અબદુલ્લા આઝમ અને તંજીન ફાતિમાએ કોર્ટમાં હાજરી આપવા ન બદલ માફીનામું રજૂ કર્યુ હતું. જેને કોર્ટે ફગાવી દીધું હતુ અને બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યુ હતું. જો કે આઝમ ખાન બે વર્ષથી જેલમાં બંધ છે અને તેમના પર 89 મામલા ચાલી રહ્યા છે. એવામાં સુપ્રિમ કોર્ટે બુધવારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે જવાબ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની પીઠ આ મામલે હવે મંગળવારે સુનાવણી કરશે. 


આઝમ ખાન વતી તેમના વકીલ કપિલ સિબ્બલે આ મામલે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, આ કેસમાં ઉંડાણપૂર્વક સુનાવણીની જરૂર છે. અગાઉ, કોર્ટે એમ પણ કહ્યું હતું કે એક કેસ સિવાય, જ્યારે તમામ કેસમાં તેને જામીન આપવામાં આવ્યા છે, તો તે ન્યાયની મજાક છે. અમે બીજું કશું કહીશું નહીં.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK