Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રેમમાં પાગલ થયેલા ૧૫ વર્ષના કિશોરે મા, બાપ અને ભાઈની હત્યા કરી નાખી

પ્રેમમાં પાગલ થયેલા ૧૫ વર્ષના કિશોરે મા, બાપ અને ભાઈની હત્યા કરી નાખી

11 July, 2024 07:47 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ગાઝીપુરની શૉકિંગ ઘટના

મમ્મી, પપ્પા અને મોટા ભાઈની ઠંડા કલેજે હત્યા

મમ્મી, પપ્પા અને મોટા ભાઈની ઠંડા કલેજે હત્યા


ઉત્તર પ્રદેશના ગાઝીપુરના નંદગંજમાં કુસમ્હી કલાં ગામમાં રવિવારે રાતે ૧૫ વર્ષના કિશોરે તેનાં મમ્મી, પપ્પા અને મોટા ભાઈની ઠંડા કલેજે હત્યા કરી દીધી હતી, કારણ કે તેઓ તેના એક છોકરી સાથેના સંબંધનો વિરોધ કરી રહ્યાં હતાં. શરૂઆતમાં તો આ હત્યાકાંડમાં કિશોરે પોલીસને ગુમરાહ કરી હતી, પણ પોલીસ-તપાસમાં હકીકત બહાર આવી હતી અને પોલીસે આ કિશોરને પકડીને રિમાન્ડ-હોમમાં મોકલી દીધો હતો.


આ સંદર્ભમાં પોલીસ-અધિકારી ઓમવીર સિંહે મીડિયાને જણાવ્યું હતું કે રવિવારે રાતે ૪૫ વર્ષના મુંશી વિંદ, તેની ૪૦ વર્ષની પત્ની દેવંતી વિંદ અને ૨૦ વર્ષના મોટા પુત્ર રામ આશિષ વિંદની ઊંઘમાં જ તેમના ઘરમાં રહેલા દાતરડા જેવા ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. મુંશીના મોટા ભાઈએ ગામના એક માણસ સામે ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસને તપાસમાં ચોંકાવનારી વિગતો મળી હતી.



પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે મુંશીના ૧૫ વર્ષના દીકરાએ પુત્રે આ હત્યાઓ કરી હતી. તેને છેલ્લાં બે વર્ષથી ગામની એક છોકરી સાથે પ્રેમ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ પરિવારે તેનો વિરોધ કર્યો હતો. આને કારણે આ કિશોર ૨૪ કલાક પરિવારની હત્યા કરવાનું જ વિચારતો હતો. ૬ જુલાઈએ તેનાં માતા-પિતાએ એ મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો જેનાથી તે છોકરી સાથે વાત કરતો હતો. આથી તેણે દાતરડા જેવું હથિયાર ધારદાર બનાવ્યું હતું. શનિવારે રાતે તેણે હત્યા કરવાની કોશિશ કરી હતી, પણ તે એને અંજામ આપી શક્યો નહીં. રવિવારે રાતે તે મોટા ભાઈ રામ આશિષ સાથે ગામમાં એક લગ્નસમારંભમાં આયોજિત ઑર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ જોવા ગયો હતો. રાતે ઘરે આવીને તેણે સૂઈ જવાનું નાટક કર્યું હતું અને પછી તેણે દારૂ પીધો હતો અને ધારદાર હથિયારથી આ ત્રણ હત્યાઓ કરીને તે ફરી રાતે ૧.૪૫ વાગ્યે ઑર્કેસ્ટ્રા જોવા ગયો રહ્યો હતો. સવારે તેણે ઘરમાં ત્રણ જણની હત્યા થઈ છે એવો ગોકીરો મચાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 07:47 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK