° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


Video:આ છે TMCના સાંસદ, કર્યો એવો ડાન્સ કે વીડિયો થયો વાઈરલ

29 May, 2019 03:24 PM IST | દિલ્હી

Video:આ છે TMCના સાંસદ, કર્યો એવો ડાન્સ કે વીડિયો થયો વાઈરલ

Video:આ છે TMCના સાંસદ, કર્યો એવો ડાન્સ કે વીડિયો થયો વાઈરલ

આ વખતની લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળી. પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ પણ થઈ. જો કે આ ચૂંટણી બાદ ફરી એક એવી ઘટના બની છે કે તમામની જીભ પર પશ્ચિમ બંગાળનું જ નામ રમી રહ્યું છે. કારણ છે પશ્ચિમ બંગાળના બે સાંસદો. જી હાં, સામાન્ય રીતે સાંસદો કંઈ વિવાદાસ્પદ નિવેદન આપે તો તેમના વિશે ચર્ચા થતી હોય છે. પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળના બે સાંસદો એક જુદા જ કારણોસર ચર્ચામાં છે.

મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બનેલા એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં લોકસભા ચૂંટણીમાં ઉતરતાની સાથે જ ચર્ચામાં આવી ગયા હતા. અને હવે ચૂંટણી જીત્યા બાદ પણ તેઓ સમાચારોમાં ચમકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ બંને એક્ટ્રેસનો એક ટિકટોક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસ બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે.

 


બોલીવુડના ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ પણ આ વીડિયો શૅર કર્યો છે, જેમાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં એક હોલીવુડ સોંગ પર પર બોલ્ડ ડાન્સ મૂવ્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો પત્યા બાદ બંને ખુશુખુશાલ દેખાઈ રહ્યા છે.

આ વીડિયો સાથે રામ ગોપાલ વર્માએ કેપ્શન પણ લખ્યું છે. રામગોપાલ વર્માએ લખ્યું,' Wow Wow Wow!!! બંગાળના નવા એમપી... મિમી ચક્રવર્તી અને નુસરત જહાં. હિન્દુસ્તાન હકીકતમાં ખૂબ પ્રગતિશીલ છે. આવા એમપીનું સ્વાગત છે જેને જોઈને આંખોને આટલું સારું લાગી રહ્યું છે.'

આ પણ વાંચોઃ શપથગ્રહણમાં મોદીના મહેમાનોને પીરસવામાં આવશે આ પકવાન

ઉલ્લેખનીય છે કે, મિમી ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળની જાધવપુર લોકસભા સીટ તો નુસરત જહાં બસીરહાટ લોકસભા પરથી ચૂંટણી જીત્યા છે. થોડા દિવસો પહેલા મિમી ચક્રવર્તી અને નુસરત જહાં સંસદ પહોંચી હતી. આ સ્પેશલ મોમેન્ટની બંને સ્ટોર્સે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી. પરંતુ આ તસવીરોના કારણે બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડ્યું.

29 May, 2019 03:24 PM IST | દિલ્હી

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રશિયાની સ્પુતનિક વૅક્સિન આવતા અઠવાડિયાથી ભારતના બજારમાં થશે ઉપલબ્ધ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી

13 May, 2021 06:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના ઇફેક્ટઃ UPSCની પ્રિલિમ્સ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

હવે પરીક્ષા ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ યોજાશે

13 May, 2021 03:28 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં ૩.૬૨ લાખ નવા કેસ, ૩.૫૨ લાખ સાજા થયા

કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધ્યા

13 May, 2021 02:32 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK