Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ISRO GSAT-30 : ઇસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું આ ઉપગ્રહ, જાણો વિશેષતા...

ISRO GSAT-30 : ઇસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું આ ઉપગ્રહ, જાણો વિશેષતા...

17 January, 2020 12:56 PM IST | Mumbai Desk

ISRO GSAT-30 : ઇસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું આ ઉપગ્રહ, જાણો વિશેષતા...

ISRO GSAT-30 : ઇસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું આ ઉપગ્રહ, જાણો વિશેષતા...


ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નો સંચાર ઉપગ્રહ જીસેટ-30 (GSAT -30) સફળતાપૂર્વક લૉન્ચ થઈ ગયો છે, આની મદદથી ઇન્ટરનેટજગતમાં ક્રાન્તિ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 5જી નેટવર્ક પણ હવે દૂર નથી. તો, જળવાયુ પરિવર્તનની ભવિષ્યવાણીમાં પણ આ ઉપગ્રહ મહત્વની ભૂમિકા ભજવશે. ઇસરોનું GSAT-30 યૂરોપિયન હેવી રૉકેટ એરિયન-5 ઇસીએ શુક્રવારે 2.35 મિનિટે દક્ષિણ અમેરિકાના ઉત્તરપૂર્વી તટ પર કૌરોના એરિયર પ્રક્ષેપણ તટ પરથી છોડવામાં આવ્યો. આ ઇસરોનું આ વર્ષનું એટલે કે 2020નું પહેલું મિશન છે. જણાવીએ કે જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઇનસેટ-4એનું સ્થાન લેશે. જેને વર્ષ 2005માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ભારતની ટેલિકોમ્યુનિકેશન સેવાઓને વધારે સારી બનાવવામાં મદદ કરશે.

GSAT -30 ઇસરો દ્વારા ડિઝાઇન કરાયેલું અને બનાવવામાં આવેલું એક દૂરસંચાર ઉપગ્રહ છે. આ ઇનસેટ સેટેલાઇટની જગ્યાએ કામ કરશે. આથી રાજ્ય-સંચાલિત અને ખાનગી સેવા આપનારાઓને સંચાર લિંક આપવાની ક્ષમતામાં વધારો થશે.



Gsat30


આનું વજન લગભગ 3100 કિલોગ્રામ છે. આ ઉપગ્રહ લૉન્ચિંગ બાદ 15 વર્ષ સુધી કામ કરતું રહેશે. આથી જિયો-ઇલિપ્ટિક ઑર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. આમાં બે સોલાર પેનલ હશે અને બેટરી હશે જેથી તેને ઉર્જા મળશે. આ 107મું એરિયન 5મું મિશન છે. કંપનીને 40 વર્ષ પૂરા થઈ ગયા છે.

વર્તમાનમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) પાસે આદિત્ય-એલ1 ઉપગ્રહ સહિત 25 ઉપગ્રહ લૉન્ચ કરવાની યોજના છે. આદિત્ય એલ1 મિશનને મધ્ય 2020 સુધી લૉન્ચ કરવાની યોજના છે.


જણાવીએ કે આ મિશન પૃથ્વી પર જળવાયુ પરિવર્તનને સમજવા તથા તેની આગાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઇસરોએ ગયા વર્ષે છ લૉન્ચ અને સાત ઉપગ્રહ મિશન લૉન્ચ કર્યા હતા.

GSAT-30ની આ છે ખાસિયતો...

GSAT-30 લૉન્ચ થવાથી દેશની સંચાર વ્યવસ્થા વધારે મજબૂત થઈ જશે. આની મદદથી દેશમાં નવી ઇન્ટરનેટ ટેક્નોલોજી લાવવાની આશા છે. આ ઉપગ્રહની મદદથી દેશની સંચાર પ્રણાલી, ટેલીવિઝન પ્રસારણ, સેટેલાઇટ દ્વારા સમાચાર પ્રબંધન, સમાજ માટે કામ આવનારી ભૂઆકાશીય સુવિધાઓ, હવામાન સંબંઘી માહિતી અને ભવિષ્યવાણી, આપત્તિઓની પૂર્વ સૂચના અને શોધખોળો તથા રેસ્ક્યૂ ઑપરેશનમાં પણ ઘણો વધારે થશે.

ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ લાવશે GSAT-30
દેશના જૂના સંચાર ઉપગ્રહ 'ઇનસેટ સેટેલાઇટ'ની ઉંમર હવે પૂરી થઈ રહી છે. દેશમાં ઇન્ટરનેટની નવી-નવી ટેક્નોલૉજી આવી રહી છે. ઑપ્ટિકલ ફાઇબર પાથરવામાં આવી રહ્યા છે. 5જી ટેક્નિક પર કામ ચાલી રહ્યું છે. આને કારણે વધારે મજબૂત સેટેલાઇટની જરૂર હતી. જીસેટ-30 સેટેલાઇટ આ જ જરૂરીયાતોને પૂરી કરશે.

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

આ વર્ષે દસ સેટેલાઇટ લૉન્ચ કરશે ISRO
તો, ઇસરોના ચેરમેન પ્રમાણે વર્ષ 2020માં ISRO લગભગ 10 સેટેલાઇટ્સ લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. આદિત્ય એલ1 મિશનને 2020ના મધ્યમાં લૉન્ચ કરવામાં આવશે. આ મિશન પર ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ મિશન પૃથ્વી પર જળવાયું પરિવર્તનને સમજવા અને ભવિષ્યવાણી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2020 12:56 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK