Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Rains:રાજ્યમાં પૂરને કારણે 89000 લોકો બેઘર

Maharashtra Rains:રાજ્યમાં પૂરને કારણે 89000 લોકો બેઘર

24 July, 2021 04:18 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે 89000 લોકો નોધારા અને બેઘર થયા છે.

તસવીરઃ  PTI

તસવીરઃ PTI


મહારાષ્ટ્રમાં તબાહી કર્યા બાદ આખરે વરસાદને વિરામ લીધો છે.  રાજ્યમાં  89000 હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં તેઓ તમામ બેઘર અને નોધારા થઈ ગયા છે. હવે ફરીવાર જીવનને કેવી રીતે શરૂ કરવું તેના સામે લોકો ઝઝુમી રહ્યાં છે.  તેમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હેલિકોપ્ટરથી રાયગઢ પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ મહાડ પાસે તાલિયે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જ્યાં શુક્રવારે 50 થી વધુ લોકો પહાડની નીચે ફસાયા હતાં. 




સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એસડીએમએ) અનુસાર, રત્નાગિરી જિલ્લાના ચિપલૂણ અને ખેડ નગરો પાણીથી ભરાઈ ગયાં હતાં, તેમજ નદીના પુલ પાણીમાં ગરકાવ થયા હતા. 


ધોધમાર વરસાદના કારણે પાણીનું સ્તર 15-20 ફુટથી વધુ (અથવા, ઇમારતના બે-ત્રણ માળ) સુધી ઉંચે પહોંચ્યું હતું. હજારો વરસાદ સંબંધિત ઘટનાઓમાં ફસાયા હતા. તેમને બચાવવા માટે એનડીઆરએફ અને આઈસીજી ટીમો તૈનાત કરવામાં આવી હતી જ્યારે આઈએએફ દ્વારા ખોરાક અને દવાના પેકેટો દ્વારા લોકોને મદદ કરવામાં આવી હતી, તેમજ 1,000 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મહાબલેશ્વરના પર્વતોમાં 110 સેમી વરસાદ નોંધાયો હતો.  ભારેથી અતિ ભારે વરસાદને કારણે કોયના ડેમ અને કોલટેવાડી ડેમમાં મોટા પ્રમાણમાં પાણી ભરાતા છલકાઈ ગયા હતાં. અતિ ભારે વરસાદથી નદી ભયના સ્તરથી ઉપર વહી ગઈ હતી, પરિણામે તેના કાંઠે આવેલા નગરો અને ગામોમાં પૂરની ગંભરી સ્થિતિ ઉભી થઈ હતી.

જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં પૂરમાં અને ભૂસ્ખલનને કારમે કેટલાય લોકોના મોત થયા છે. તો બીજી બાજુ અનેક લોકો ગુમ થયા છે.  વરસાદને કારણે હજારો લોકો બેઘર થયા છે.  રાજ્ય સરકારે અસરગ્રસ્ત પ્રદેશોમાં રાહત કામગીરી માટે 2 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે જ્યાં પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે અને સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે.

એસડીએમએએ આજે ​​વર્તમાન સત્તાવાર મૃત્યુઆંક 76 હોવાનું જણાવ્યું છે તો પૂર, પહાડ પતન, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં 59 ગુમ અને 38 ઘાયલ થયા છે.

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોલ્હાપુર, રાયગઢ, સાંગલી, રત્નાગિરી, સતારા, સિંધુદુર્ગ, મુંબઇ અને થાણે હતા. જેમાં કુલ  890 ગામડાઓને અસર થઈ છે. 

એનડીઆરએફની કુલ 25 ટીમો, આઠ સ્ટેન્ડબાય પર તો ભારતીય સેનાના ત્રણ એકમો, ભારતીય કોસ્ટગાર્ડ, ભારતીય નૌકાદળની સાત અને ભારતીય વાયુ સેનાની એક  ટીમ બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2021 04:18 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK