ISROએ એના ફોટો સાથે પુરાવા પણ જાહેર કર્યા હતા છતાં કેરલા સરકારે આ વાત ગંભીરતાથી લીધી ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
સૅટેલાઇટ-ઇમેજ
કેરલાના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની ઇન્ડિયન સ્પેસ રરિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ બહાર પાડેલી સૅટેલાઇટ-ઇમેજમાં જોવા મળે છે કે ૮૬,૦૦૦ સ્ક્વેર મીટર જમીન ધસી ગઈ હતી અને એનો કાદવ ઇરુવન્જિપ્પુઝા નદીમાં ૮ કિલોમીટર સુધી વહ્યો હતો. એ દરમ્યાન એની ચપેટમાં આવેલાં ગામડાં તણાઈ ગયાં હતાં કાં તો કાદવ નીચે દટાઈ ગયાં હતાં. નવાઈની વાત એ છે કે જે જગ્યાએથી ભૂસ્ખલન થયું હતું ત્યાં ગયા વર્ષે પણ જમીન ધસી ગઈ હતી. ISROએ એના ફોટો સાથે પુરાવા પણ જાહેર કર્યા હતા છતાં કેરલા સરકારે આ વાત ગંભીરતાથી લીધી ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.