Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષે રિપબ્લિક-ડેના સેલિબ્રેશનમાં 3D : ડાન્સ, ડ્રોન્સ અને ડેરડેવિલરી જોવા મળશે

આ વર્ષે રિપબ્લિક-ડેના સેલિબ્રેશનમાં 3D : ડાન્સ, ડ્રોન્સ અને ડેરડેવિલરી જોવા મળશે

20 January, 2023 10:56 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડ્રોન શો, વંદે ભારતમ નૃત્યસ્પર્ધા અને ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ તરફથી હૉર્સ શો, ખુકુરી ડાન્સ, ગટકા, મલખંભ, કાલરિપયટ્ટુ, મોટરસાઇકલ ડિસ્પ્લે, થાંગ-ટા, ઍર વૉરિયર ડ્રિલ, નેવી બૅન્ડ અને માર્શલ આર્ટ‍્સના આયોજનના કારણે રિપબ્લિક-ડેનું સેલિબ્રેશન ખાસ રહેશે

નવી દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયા ગેટ ખાતે રિપબ્લિક ડે પરેડ માટે રિહર્સલ દરમ્યાન ફ્લાય-પાસ્ટ કરી રહેલાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસનાં ઍરક્રાફ્ટ્સ. તસવીર પી.ટી.આઇ.

74th Republic Day

નવી દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયા ગેટ ખાતે રિપબ્લિક ડે પરેડ માટે રિહર્સલ દરમ્યાન ફ્લાય-પાસ્ટ કરી રહેલાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસનાં ઍરક્રાફ્ટ્સ. તસવીર પી.ટી.આઇ.


નવી દિલ્હી : નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરંપરાગત માર્ચ પાસ્ટમાં સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓ દ્વારા ભવ્ય પરેડ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તેમ જ વિભાગો દ્વારા ટેબ્લૉક્સ પ્રદર્શન; બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન; ઍક્રોબૅટિક મોટરસાઇકલ રાઇડ્સ અને ફ્લાય-પાસ્ટ ઉપરાંત વિજય ચોક ખાતે બીટ ધ રિટ્રીટ સેરેમની અને એનસીસી રૅલી સાથે આ વર્ષની પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બની રહે એવી વકી છે. આ વર્ષે પરેડમાં 3D એટલે કે ડાન્સ, ડ્રોન્સ અને ડેરડેવિલરી જોવા મળશે.

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં સંરક્ષણ ખાતાના સચિવ ગિરધર અરમાણેએ કહ્યું હતું કે ‘વડા પ્રધાનના જન ભાગીદારીના વિઝનને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતીના દિવસથી શરૂ થઈ ૩૦ જાન્યુઆરી સુધી કરવામાં આવશે. 
૩૦ જાન્યુઆરીને શહિદ દિવસ તરીકે ઊજવવામાં આવશે. આ ઉજવણી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા ઇન્ડિયન નૅશનલ આર્મીના નિવૃત્ત સૈનિકો, લોકો અને આદિવાસી સમુદાયોને શ્રદ્ધાંજલિ હશે. 



આ પણ વાંચો : પ્રજાસત્તાક દિનને લઈને શરૂ થઈ મુંબઈને સાફસૂથરું અને સુંદર બનાવવાની કવાયત


આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અનેક નવા ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિલિટરી ટૅટૂ અને આદિવાસી નૃત્ય મહોત્સવ, વીરગાથા ૨.૦, વંદે ભારતમ નૃત્યસ્પર્ધાની બીજી આવૃત્તિ, નૅશનલ વૉર મેમોરિયલ ખાતે મિલિટરી અને કૉસ્ટ ગાર્ડ બેન્ડનું પર્ફોર્મન્સ તેમ જ ઑલ ઇન્ડિયા સ્કૂલ બેન્ડ કૉમ્પિટિશન, બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમ્યાન ડ્રોન શો અને પ્રોજેક્શન મેપિંગનો સમાવેશ થાય છે. 

મિલિટરી ટૅટૂ અને આદિવાસી નૃત્ય મહોત્સવ 


પ્રજાસત્તાક દિવસની ઉજવણી તેમ જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (જે પરાક્રમ દિવસ તરીકે ઊજવાય છે)ની ૧૨૬મી જન્મજયંતી નિમિત્તે સંરક્ષણ મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સંકલન એજન્સી ભારતીય કૉસ્ટ ગાર્ડની સાથે મળીને ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે મિલિટરી ટૅટૂ અને આદિવાસી નૃત્ય મહોત્સવ ‘આદિ-શૌર્ય - પર્વ પરાક્રમ કા’નું આયોજન કરાશે. 

ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ તરફથી હોર્સ શો, ખુકુરી ડાન્સ, ગટકા, મલખંભ, કાલરિપયટ્ટુ, થાંગ-ટા, મોટરસાઇકલ ડિસ્પ્લે, ઍર વૉરિયર ડ્રિલ, નેવી બૅન્ડ અને માર્શલ આર્ટ્સનું આયોજન કરાશે. આ ઉજવણીમાં લગભગ ૬૦,૦૦૦ જેટલા પ્રેક્ષકો ઉપસ્થિત રહેવાની ધારણા છે. ગ્રૅન્ડ ફિનાલેમાં પ્લેબૅક સિંગર કૈલાશ ખેર પર્ફોર્મ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 10:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK