° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


ત્રીજી લહેર સામે આગોતરી વ્યવસ્થાઃ દેશમાં ઓક્સિજન અને ICUવાળી 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવાશે

15 June, 2021 04:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર આગામી ત્રણ મહિનામાં દેશમાં ઓક્સિજન, ICU અને બેડની વ્યવસ્થા માટે 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે.

પ્રતીકાત્મક ફોટો

પ્રતીકાત્મક ફોટો

કોરોનાની ઘાતકી અને જોખની બનેલી બીજી લહેર હાલ ધીમે ધીમે હળવી બની રહી છે. પણ સાથે સાથે કોરોનાની ત્રીજી લહેર આવાવાના પણ ગાણાં ગવાઈ રહ્યાં છે. તેવામાં કેન્દ્ર સરકારે કોરનાની ત્રીજ લહેર સામે  લડવા આરોગ્યની સુવિધાને મજબુત કરવા યોજના ઘડી છે. 

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર આગામી ત્રણ મહિનામાં  દેશમાં  ઓક્સિજન, ICU અને બેડની  વ્યવસ્થા માટે 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે. બીજી લહેર દરમિયાન સૌથી મોટી સમસ્યા ઓક્સિજનની થઈ હતી.  મળતી માહિતી પ્રમાણે આ મોડ્યુલર હોસ્પિટલો હાલની હોસ્પિટલોની નજીકમાં જ બનાવાવમાં આવશે.  જેનાથી આરોગ્યની માળખાગત સુવિધામાં વધારો થશે. 

મોડ્યુલર હોસ્પિટલો  3 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ હોસ્પિટલોમાં  ICU, ઓક્સિજન સપોર્ટ અને અન્ય લાઈફ સપોર્ટની પણ સુવિધા રહેશે.  હોસ્પટિલનું આયુષ્ય 25 વર્ષ સુઘીનું હશે. 

નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટની શરૂઆત પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર કે વિજય રાઘવન દ્વારા કરવામાં આવી છે.  હાલ તેનો અમલ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ કરવામાં આવશે.  જે રાજ્યમાં કોરોનાના કેસ વધુ છે ત્યાં વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. આ મોડ્યુલર હોસ્પિટલો છત્તીસગઢના વિલાસપુર, મહારાષ્ટ્રના પુનામાં અને  પંજબના મોહાલીમાં બનાવવામાં આવશે. 

15 June, 2021 04:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કાચમાં તિરાડ હોવાથી એર ઇન્ડિયા ફ્લાઈટનું તિરુવનંતપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

તિરુવનંતપુરમ એરપોર્ટ પર આજે સાઉદ અરેબિયા જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

31 July, 2021 04:56 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ડેલ્ટા વૅરિયન્ટ અછબડાથી વધુ ચેપી

અમેરિકી નિષ્ણાતોના અહેવાલ મુજબ વૅક્સિનેટેડ લોકો પણ આનું સંક્રમણ ફેલાવી શકે છે : આ અહેવાલને પગલે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ સામે સાવધાની વધારવી પડશે

31 July, 2021 02:57 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

News In Short : કાશ્મીરમાં એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયાં ડ્રૉન

બે ડ્રૉન આર્મી કૅમ્પ અને આઇટીબીપી કૅમ્પ પાસે જોવા મળ્યાં હતાં. સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, પરંતુ ત્રણેય ડ્રૉન બચીને જતાં રહ્યાં હતાં. 

31 July, 2021 02:04 IST | New Delhi | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK