Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંસદસભ્યો તેમ જ પ્રધાનોને પણ સતાવે છે વીજળી, મકાન અને ટ્રાન્સફરની સમસ્યા

સંસદસભ્યો તેમ જ પ્રધાનોને પણ સતાવે છે વીજળી, મકાન અને ટ્રાન્સફરની સમસ્યા

12 August, 2022 09:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાન્ય લોકોને જ આવી તકલીફ હોય એવું જો તમારું માનવું હોય તો એ ખોટું છે. ૪૨ વીઆઇપીઓ પોતાની સમસ્યા ઉકેલાય એની રાહ જોઈ રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


ભૂતપૂર્વ સંસદસભ્ય પવન કુમાર બંસલ વડા પ્રધાન રાજીવ ગાંધીની વીર ભૂમિ સમાધિના પરિક્રમા માટેના લાકડાના ફ્લોરિંગને બદલવા માગે છે. રાજસ્થાનનાં બીજેપી સંસદસભ્ય દિયા કુમારી પોતાના નૉર્થ અવેન્યુમાં આવેલા ઘરમાં પાવર કટની સમસ્યાથી પરેશાન છે. બીજેપીનાં ગુજરાતનાં સંસદસભ્ય ભારતીબેન ડી શિયાળ જનપથ રોડ પર આવેલા એમના ક્વૉર્ટરના પાર્કમાં વાઇટ-વૉશિંગ અને લાઇટ બદલવા માગે છે. તો પશ્ચિમ બંગાળના બીજેપી સંસદસભ્ય દેબશ્રી ચૌધરી પંડારા રોડ પર આવેલા તેમના બંગલામાં સિક્યૉરિટી ફિક્સર બનાવવા માગે છે.

પાંચમી ઑગસ્ટના રોજ હાઉસિંગ મિનિસ્ટરીએ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ્સના ડીજીને પત્ર લખી આ સમસ્યા પર તરત ધ્યાન આપવા માટે જણાવ્યું છે. બંસલની સમસ્યા તો છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી પેન્ડિંગ છે. માત્ર સંસદસભ્યો જ નહીં, પ્રધાનોને પણ કેટલીક સમસ્યાઓ છે જેના ઉકેલ માટે તેમણે પત્ર લખ્યો છે, જેમાં મુંબઈના એક વાયરમૅનને રહેમદાર તરીકે નોકરી તો પ્રધાન નીતિન ગડકરીએ પણ ગયા ઑક્ટોબરમાં રહેમરાહે એક નોકરી માટે પત્ર લખ્યો હતો. આ બન્ને ભલામણો પેન્ડિંગ છે.



રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી તેમના કેજી માર્ગ બંગલામાં સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામો કરાવવા માગે છે. બે મહિના પહેલાં તેમણે પત્ર લખ્યો હતો. હજી જવાબની રાહ જોઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયમાં રાજ્ય કક્ષાનાં પ્રધાન મિનાક્ષી લેખીએ રહેમરાહે નોકરી માટે તથા દિલ્હીના નાનકપુરામાં કેટલાક રહેવાસીઓને મોકલવામાં આવેલી નોટિસને લઈને પત્ર લખ્યો છે. રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન અજય ભટ્ટે મિનિસ્ટરી ઑફ હાઉસિંગને બદલીને બદલવા માટે તો રાજ્ય કક્ષાના સંસદીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે એક જુનિયર એન્જિનિયરને દિલ્હીથી બિકાનેર બદલી માટે પત્ર મોકલ્યો હતો. સંસદસભ્યો સામાન્ય રીતે લોકો પાસેથી અરજી મેળવે છે તેમ જ એને મેરિટના આધારે વિચારણા કરવા મંત્રાલયોને મોકલે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 09:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK