Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભાની ચૂંટણીઓમાં વિસ્ફોટો કરવાનું કાવતરું?

વિધાનસભાની ચૂંટણીઓમાં વિસ્ફોટો કરવાનું કાવતરું?

15 January, 2022 12:15 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશ સાથેની બૉર્ડર પાસેથી દિલ્હીમાં મળી આવ્યો બૉમ્બ, બીજી તરફ પંજાબમાંથી પાંચ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી

ગાઝીપુરની માર્કેટમાં એક બૅગમાંથી બૉમ્બ મળી આવ્યો એ સ્થળે પોલીસ જવાનો

ગાઝીપુરની માર્કેટમાં એક બૅગમાંથી બૉમ્બ મળી આવ્યો એ સ્થળે પોલીસ જવાનો


પૂર્વ દિલ્હીમાં ગઈ કાલે બપોરે એક ફ્લાવર માર્કેટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના થોડાક દિવસ પહેલાં જ એક બૅગમાંથી એક બૉમ્બ મળી આવ્યો હતો. ગાઝીપુરની માર્કેટમાં સામાન્ય રીતે ભારે ભીડ રહેતી હોય છે. પોલીસે આ માર્કેટને કૉર્ડન કરી હતી અને પોલીસ દ્વારા નિયંત્રિત વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચેની બૉર્ડર પાસે આવેલી આ માર્કેટમાં નિયં​ત્રિત બ્લાસ્ટ કરવા માટે આઠ ફુટ ઊંડો ખાડો ખોદ્યો હતો. દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આઇઈડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) એક બૅગમાં રાખવામાં આવ્યો હતો. 
એક પુરુષ સ્કૂટી પર સવારે સાડાનવ વાગ્યાની આસપાસ માર્કેટમાં બૅગ છોડીને જતો રહ્યો હતો. તેણે એક દુકાનમાં ફૂલો ખરીદવા આવ્યો હોવાનો દેખાવ કર્યો હતો. બાદમાં કેટલાક ગ્રાહકોને આ બૅગ જણાઈ હતી અને ફૂલોના વિક્રેતાએ પોલીસને કૉલ કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલના ઑફિસર્સ આવ્યા હતા અને તેમણે માર્કેટમાં જવાનો રસ્તો બ્લૉક કર્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે આ કાવતરાનો કોઈ રીતે પાસેના ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચૂંટણીની સાથે કોઈ સંબંધ છે કે નહીં. 
બીજી તરફ ભારત-પાકિસ્તાનની બૉર્ડર પાસે પંજાબના અમૃતસરમાં અટારી-બાચીવિંડ રોડ પરથી ગઈ કાલે એક બૅગમાં છુપાવાયેલું આઇઈડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) અને થોડા રૂપિયા મળી આવ્યા હતા. 
પંજાબ પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને ડ્રગ્સ અને એક્સપ્લોઝિવ્સ વિશે ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું જેમાં આ બૅગ મળી હતી. નોંધપાત્ર છે કે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલાં જ વિસ્ફોટક સામગ્રી મળતાં સનસનાટી મચી ગઈ છે. અહીં લગભગ પાંચ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 12:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK