° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


Corona updates:દેશમાં નવા 29 હજાર કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 53 દર્દીના મોત તો ગુજરાતમાં એક પણ નહીં

27 July, 2021 12:40 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોરોનાના નવા 29,689 કેસ નોંધાયા છે. આ દરમિયાન 415 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના છેલ્લા 24 કલાકના આંકડાથી થોડી વધુ રાહત મળી છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 4 લાખથી પણ ઓછી થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 29 હજાર 689 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 132 દિવસમાં સૌથી ઓછા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 42 હજાર 363 નવા દર્દીઓ સ્વસ્થ થયા છે, જોકે આ મહામારીને કારણે 415 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના કુલ કેસ વધીને 3 કરોડ 14 લાખ 40 હજાર 951 થયા છે. આ કેસોમાંથી 3 કરોડ 06 લાખ 21 હજાર 469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કોરોનાને કારણે કુલ 4 લાખ 21 હજાર 382 લોકોનાં મોત નીપજ્યાં છે.

હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3 લાખ 98 હજાર 100 પર આવી ગયા છે, જે કુલ કેસના 1.27 ટકા છે. દેશમાં દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી દર 97.39 ટકા છે. મળતી માહિતી મુજબ કોવિડ -19 માટે અત્યાર સુધીમાં કુલ 45,91,64,121 નમૂનાઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં. જેમાંથી સોમવારે 17,20,110 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

કોરોના ટેસ્ટિંગનો પોઝિટિવ સાપ્તાહિક દર 2.33 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોવિડ -19 માંથી મૃત્યુ દર 1.34 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં એન્ટિ-કોવિડ -19 રસીના કુલ 44.19 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રમાં નવા 4877 કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4877 કેસ સામે આવ્યાં છે.  જ્યારે 53 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યમાં આજે 11,077 દર્દીઓ સ્વસ્થ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 60,46,106 કરોડ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પરિણામે રાજ્યમાં રિકવરી દર 96.43 ટકા છે. રાજ્યમાં આજે 4,877 નવા કેસો નોંધાયા છે, જ્યારે 53 લોકોના મોત થયા છે, આ સાથે જ કુલ મૃત્યુઆંક 1,31,552 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 88,729 સક્રિય દર્દીઓ છે. 

ગુજરાતમાં કોરોનાને કારણે એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં માત્ર 31 કેસ જ નોંધાયા છે. રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડીજિટમાં કેસો નોંધાયા હતા. જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં જીરો કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 09 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 312 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 307 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,356 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

 

27 July, 2021 12:40 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સરકારે NARCL માટે 30,600 કરોડ રૂપિયાની ગેરંટી મંજૂર કરી

સીતારમણે કહ્યું, "અમે બેન્કિંગ ક્ષેત્રમાં એવા મુદ્દાઓને સંબોધ્યા છે જે 2015માં સામે હતા.” બેંકોએ છેલ્લા છ નાણાકીય વર્ષમાં રૂ. 5 લાખ કરોડથી વધુની વસૂલાત કરી છે."

16 September, 2021 08:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પરિવહન મંત્રાલય રસ્તાઓ માટે નવી ટેકનોલોજી પર વિચાર કરી રહ્યું છે: નીતિન ગડકરી

નીતિન ગડકરી કહ્યું કે તેમનું મંત્રાલય રસ્તાઓના નિર્માણ માટે નવી ટેકનોલોજી અપનાવવા અને સ્ટીલ અને સિમેન્ટના ઉપયોગને ઘટાડવા પર વિચાર કરી રહ્યું છે.

16 September, 2021 04:29 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?

યોગીજી હવે જાણે છે કે તેમના શાસનનો અંત નજીક આવ્યો છે ત્યારથી તેમનાં વાણી અને વ્યવહાર બદલાઈ રહ્યાં છે. યોગીજીએ આ જ શબ્દ અગાઉ પણ ઉપયોગમાં લીધો હતો અલબત્ત, જુદા સંદર્ભમાં.

16 September, 2021 12:14 IST | Lucknow | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK