Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 26/11 હુમલાના 14 વર્ષ પૂરા થતાં, દેશના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જાણો વધુ

26/11 હુમલાના 14 વર્ષ પૂરા થતાં, દેશના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જાણો વધુ

26 November, 2022 12:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર 2008ના થયેલા આતંકવાદી હુમલાની આજે (26 નવેમ્બરે) 14મી પુણ્યતિથિ છે. આ હુમલામાં 18 સુરક્ષાકર્મચારીઓ સહિત 166 લોકોના જીવ ગયા હતા અને 300થી વધારે લોકો આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા.

ફાઈલ તસવીર

26/11 Terror Attack Mumbai

ફાઈલ તસવીર


મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની (Capital) મુંબઈમાં (Mumbai) 26 નવેમ્બર 2008ના થયેલા આતંકવાદી હુમલાની (Terror Attack) આજે (26 નવેમ્બરે) 14મી પુણ્યતિથિ (14th Anniversary) છે. આ હુમલામાં 18 સુરક્ષાકર્મચારીઓ સહિત 166 લોકોના જીવ ગયા હતા અને 300થી વધારે લોકો આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. આઝાદ ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી આતંકવાદી હુમલો છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે (S Jaishankar) આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. વિદેશ મંત્રીએ કહ્યું કે માનવતા માટે જોખમ છે. આજે, ભારત સહિત આખા વિશ્વ 26/11 હુમલામાં જીવ ગુમાવનારા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જે લોકોએ આ હુમલાની યોજના ઘડી અને નિરીક્ષણ કર્યું તેમને ન્યાયની અદાલતમાં લાવવા જોઈએ.

વિદેશ મંત્રીએ એક નાનકડો વીડિયો શૅર કરતા કહ્યું કે અમે વિશ્વમાં આતંકવાદના દરેક પીડિત પ્રત્યે અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. જયશંકરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્યો તરીકે તે આપણા પર નિર્ભર છે કે તેમના આઘાતને યાદ રાખીએ અને આતંકવાદના ગુનેગારોને ન્યાય અપાવવા માટે અમારા પ્રયત્નો મક્કમતાથી રજૂ કરીએ.




રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શું કહ્યું?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુંબઈ હુમલાના પીડિતોને યાદ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે 26/11 મુંબઈ આતંકવાદી હુમલા પર દેશ તે બધાને કૃતજ્ઞતાથી યાદ કરી રહ્યા છે, જેમણે આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમના પ્રિયજનો અને પરિવારની પીડા અનુભવીએ છીએ. રાષ્ટ્ર તે સુરક્ષાકર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે પોતાના કર્તવ્ય પાલનમાં બહાગુરીથી લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું.


લોકસભા અધ્યક્ષ ઓમ બિડ઼લાએ આપી શ્રદ્ધાંજલિ
લોકસભા અધ્યક્ષ ઓમ બિડ઼લા 26/11 હુમલાની વર્ષગાંઠ પર કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકો તથા સામાન્ય જનતાની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદોને શત શત નમન. ભારત સદૈવ વૈશ્વિક શાંતિ અને સામાજિક સદ્ભાવનો દૂત રહ્યો છે, પણ આપણે આતંકવાદને તેના બધા રૂપોને ખતમ કરવા માટે પણ દ્રઢસંકલ્પિત છીએ.

અમિત શાહે વીરોને કર્યા યાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 26/11 હુમલાની વર્ષગાંઠ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સાથે લડતા પોતાના સર્વોચ્ચ બલિદાન આપનારા અમારા વીર સુરક્ષાકર્મચારીઓને યાદ કરતા તેમને નમન કરું છું. આજનો દિવસ આખા વિશ્વને આતંકવાદ વિરુદ્ધ એકત્રિત થઈને લડવાનો સંદેશ આપે છે.

આ પણ વાંચો : 26/11 મુંબઈ ટેરર અટૅક: શું હુમલાની આ દર્દનાક તસવીરો ભુલાવી શકશે દેશ?

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત રુચિરા કંબોજે સુરક્ષા પરિષદમાં કહ્યું કે આપણે ભૂલી જઈએ છીએ કે નવેમ્બર 2008માં 10 આતંકવાદીઓ પાકિસ્તાનથી સમુદ્રી માર્ગે મુંબઈ શહેરમાં આવ્યા હતા અને શહેરને 4 દિવસ સુધી બરબાદ કરતા રહ્યાં, જેમાં 26 વિદેશો નાગરિકો સહિત 166 લોકો માર્યાં ગયાં.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK