Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જાણો શા માટે COVID-19ના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસનો જલ્દી ચેપ લાગે છે? સારવાર, સાવચેતી અને લક્ષણો

જાણો શા માટે COVID-19ના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસનો જલ્દી ચેપ લાગે છે? સારવાર, સાવચેતી અને લક્ષણો

16 June, 2021 05:27 PM IST | Mumbai
Anuka Roy

કોરોનાવાઇરસના બીજા વેવને કારણે જે તારાજી થઇ છે તેમાં ભારતીયોને કેડ તુટી ગઇ છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ વાઇરસના હુમલાની વચ્ચે ડૉક્ટરોએ ભાગ્યે જ જોવા મળતું પણ ગંભીર ગણાતું ફંગલ ઇન્ફેક્શન Covid-19ના દર્દીઓમાં જોવા મળે છે તે શોધી કાઢ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાવાઇરસના બીજા વેવને કારણે જે તારાજી થઇ છે તેમાં ભારતીયોને કેડ તુટી ગઇ છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ વાઇરસના હુમલાની વચ્ચે ડૉક્ટરોએ ભાગ્યે જ જોવા મળતું પણ ગંભીર ગણાતું ફંગલ ઇન્ફેક્શન  Covid-19ના દર્દીઓમાં જોવા મળે છે તે શોધી કાઢ્યું. મ્યુકરમાઇરકોસિસ કે બ્લેક ફંગસના નામે જાણીતા આ ઇન્ફેક્શનથી હવે આપણે અજાણ નથી. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં બ્લેક ફંગસના ઘણા કેસિઝ જોવા મળ્યા છે.

        થોડા વખત પહેલાં મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યુ હતું કે જે કોવિડ-19ના દર્દીઓને અનિયંત્રિત ડાયાબિટીસ હોય અથવા તો લાંબો સમય આઇસીયુમાં રહ્યા હોય તેમને માટે આ બ્લેક ફંગસનો ચેપ જીવલેણ સાબિત થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ બ્લેક ફંગસની સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ અને સારવારની વ્યવસ્થા માટે એડવાઇઝરી પણ બહાર પાડી અને તેમાં એમ પણ કહ્યું કે પ્રયાવરણિય પેથોજિન્સ સામે લડવાની શક્તિ જેનામાં ઓછી હોય અથવા તો દવાને કારણે જેમની આ શક્તિ ઘટી હોય તેવા લોકોમાં આ ફંગસનો ચેપ વધુ જોવા મળે છે.



યુએસએ ટૂડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં જ્હોન હોપકિન્સ બ્લુમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ડિપાર્ટમેન્ટ ઑફ ઇમર્જન્સી મેડિસીન અને ઇન્ટરનેશલન હેલ્થ વિભાગનાં એસોસિએટ પ્રોફેસર ડૉ. ભક્તકિ હાંસોટીએ કહ્યું કે, “ભારતમાં છેલ્લા એક દાયકામાં બ્લેક ફંગસના ગણતરીના કેસિઝ રિપોર્ટ થયા છે પણ છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ કેસિઝની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. તેમાં ઘણાં રિસોર્સિઝ પણ વપરાય છે ખાસ કરીને આવા સંજોગોમા તે જોખમી છે જ્યારે ભારતમાં વાઇરસને કારણે સ્વાસ્થ્યને લગતા સ્રોત સતત વપરાઇ રહ્યા છે.”


આ રોગને વધુ સારી રીતે સમજવા માટે અને તે કઇ રીતે રોકવો તે જાણવા માટે મિડ-ડેએ પીડી હિંદુજા હૉસ્પિટલના કન્સલ્ટન્ટ પલ્મિનોલોજિસ્ટ ડૉ. લાન્સેલોટ પિન્ટો સાથે વાત કરી અને આ સાથે ગ્લોબલ હૉસ્પિટલ મુંબઇના ચેસ્ટ ફિઝિશ્યન તથા ચિફ ઇન્સેન્ટિવિસ્ટ ડૉ. હરીશ ચાફલે પાસેથી માહિતી મેળવી.


 ડૉ. લાન્સેલોટ પિન્ટો તથા  ડૉ. હરીશ ચાફલે 

મ્યુકરમાઇકોસિસ કે બ્લેક ફંગસ શું છે?

ડૉ.પિન્ટોઃ જો તમે બ્રેડની સ્લાઇઝના ખુલ્લામાં છોડી દો તો તેની પર એક કે બે દિવસમાંજે ફંગસ દેખાવા માંડે છે તે એક પ્રકારની મ્યુકોર છે. આ ફંગસ હવામાં હોય છે અને જમીન તથા છોડ પર પણ તે સડી રહેલી કોઇ વસ્તુ તરીકે રહેલી હોય છે.  માણસોની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી આવી ફંગસથી તેમને અસર નથી થતી અને તેનાથી કોઇ રોગ પણ નથી થતો. છતાં પણ જો રોગ પ્રતિકારક શક્તિ ન હોય તો આ ફંગ શરીરના કોષમાં ઘુસે છે અને તેનો ફેલાવો પણ થાય છે.

ડૉ.ચાફલેઃ મ્યુકરમાઇકોસિસ મોટે ભાગે એવા જ લોકોને અસર કરે છે જેમને સ્વાસ્થ્યની સમસ્યા હોય અથવા તો તે એવા લોકોમાં જોવા મળે છે જે એવી દવા લેતા હોય જેનાથી શરીરમાં માંદગી અને જીવાણી સામે લડવાની શક્તિ ઘટી હોય. તે મોટેભાગે સાઇનસ અથવા ફેફસા પર અસર કરે છે જ્યારે તે શ્વાસચ્છોશ્વાસ દ્વારા શરીરમાં જાય. તે ત્વચા પરના ઘા, દાઝ્યાના ડામ પર કે બીજી કોઇ ત્વચાની ઇજામાંથી પણ પેદા થઇ શકે છે.

તેના લક્ષણ શું છે?

ડૉ.ચાફલેઃ મ્યુકોરમાઇકોસિસના લક્ષણ શરીરમાં ફંગસ ક્યાં ફેલાઇ રહી છે તેને આધારે નક્કી થાય છે.

રિહ્નોસેરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોરમાઇકોસિસના લક્ષણ આ હોઇ શકે

  • ચહેરા પર એક તરફી સોજો
  • માથાનો દુખાવો
  • નાકમાં અથવા સાઇનસમાં કંજેશન
  • નાકના બ્રિજ પર કાળો જખમ અથવા મ્હોંની ઉપરના ભાગમાં કાળો ઘા જે જલ્દી જ આકરો બની જાય
  • તાવ

પલ્મનરી (ફેફસાનું) મ્યુકોરમાઇકોસિસ

  • તાવ
  • કફ
  • છાતીમાં દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ

ક્યુટેનિયસ (ત્વચાનું) મ્યુકોરમાઇકોસિસ છાલા કે ટશિયા જેવું લાગી શકે છે અને જ્યાં તેનો ચેપ હોય તે ભાગ કાળો પડી જાય તેમ બને. અન્ય લક્ષણોમાં ઘાની આસપાસ દુખાવો, ગરમાટો, વધુ પડતી લાલાશ અને સોજાનો સમાવેશ થાય છે.

ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મ્યુકોરમાઇકોસિસના લક્ષણ

  • પેડુમાં દુખાવો
  • ઉબકા આવવા અને ઉલટીઓ થવી
  • ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લિડિંગ – મોટા આંતરડામાંથી લોહી નીકળવું

તેની સારવાર કેવી રીતે થતી હોય છે?

ડૉ. પિન્ટોઃ ફંગસ બહુ આક્રમક હોય છે અને તે કોષનો ઝડપથી નાશ કરે છે. એન્ટિ ફંગલ દવાઓ ચેપના સ્થળે પુરતી માત્રામાં એકઠી થઇને ઝડપથી નથી પહોંચી શકતી માટે આ ફંગસ વધુ વિકસે તે પહેલાં જ તેને જાણી લઇ, મૃત અને ચેપી કોષ દૂર કરવા સાથે એન્ટિફંગલ ડ્રગ્ઝ લેવી એ જ રીતે તેની સારવાર થઇ શકે.  જરૂર પડે સાઇનસની સર્જરી પણ કરવી પડે, આંખ સુધી ચેપ પહોંચ્યો હોય તો આંખ કાઢવી પડે અને ફેફસાંના હિસ્સા પણ કાઢવા પડે તેમ બને છે.

 Covid-19ના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસનો ચેપ શા માટે જલ્દી લાગે છે?

ડૉ.પિન્ટોઃ સ્ટિરોઇડના હાઇ અને લાંબો સમય ચાલેલા ડોઝને કારમે શરીરમાં લિથલ કોમ્બિનેશન થાય છેઃ પ્રતિકારક શક્તિ ઘટે અને સાથે બ્લડ સુગર વધે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ બહુ મોટું જોખમ હોય છે. આ સંજોગોમાં ફંગસનો ચેપ અને ફેલાવો ઝડપથી થાય છે.

ફંગસના અમુક કેસ  Covid-19ની રિકવરી પછી કેમ જોવા મળે છે?

ડૉ.ચાફલેઃ મ્યુકોરમાઇકોસિસ એવા દર્દીઓમાં જોવા મળે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય. અને કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓમાં આ પરિસ્થિતિ ખડી થઇ શકે છે. કોરોનાવાઇરસને કારણે તમારી ઇમ્યુનિટી ઘટી જાય અને તે માટે લીધેલી દવાઓ પણ ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. આ માટે માણસના શરીરમાં મ્યુકોરમાઇકોસિસ દાખલ થઇ શકે છે. વળી ડાયાબિટીક હોય તેવા લોકો અને જેમને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અને કેન્સરની સારવાર લીધી હોય તેમને બ્લેક ફંગસનું જોખમ રહે છે.

તે કેવી રીતે અટકાવી શકાય?

ડૉ.ચાફલેઃ મ્યુકોરમાઇકોસિસથી બચવા આટલું કરવું.

  • કોરોનાવાઇરસનો ચેપ હોય તે દરમિયાન અને ત્યાર બાદ પણ બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખો.
  •  Covid-19ની સારવાર દરમિયાન સ્ટેરોઇડ્ઝનો ઉપયોગ માપમાં કરો.
  • ઑક્સિજન સપોર્ટ માટેના હ્યુમિડિફાયર્સમાં ચોખ્ખું પાણી વાપરો
  • દર્દીની આસપાસ સ્વચ્છતા જાળવો
  • મ્હોંના કોઇપણ ચાઠાં કે છાલાની તરત સારવાર કરો.
  • ગરમ પાણીના કોગળા, બેટાડિન સોલ્યુશનની નેસલ ડાઉચિંગને પણ પ્રોત્સાહન અપાય છે. હળદરમાં રહેલા કર્ક્યુમાઇનમાં પણ એન્ટિ-ફંગલ લક્ષણો હોય છે.

કોઇ ચોક્કસ એજ ગ્રૂપમાં મ્યુકોરમાઇકોસિસનું વધુ જોખમ હોય છે તેમ બને?

ડૉ. પિન્ટોઃ મોટી ઉંમરના લોકો, ડાયાબિટીક્સ, કિડનીની સમસ્યા ધરાવનારા, લિવરની સમસ્યા ધરાવનારાઓને વધુ જોખમ હોય છે. જો કે સ્ટિરોઇડનો ડોઝ વધુ પડતો હોય કે લાંબો સમય ચાલ્યો હોય તો તે કોઇને પણ અસર કરી શકે છે.

ઑક્સિજન માસ્ક, કોન્સન્ટ્રેટર્સ અને બીજા સંસાધાનોને ઘરે કઇ રીતે સાફ કરવા જેથી ફંગસ ટાળી શકાય?

ડૉ. ચાફલેઃ હોમ ઑક્સિજન સંસાધનોને આ પ્રમાણે સાફ કરવા.

કોન્સનટ્રેટરઃ કેબિનેટની બહારથી અઠવાડિયે એકવાર ભીના કપડાથી સાફ કરો. સાફ કરતાં પહેલા યુનિટનો પ્લગ કાઢો.

ફિલ્ટરઃ દર ચાર મહિને યુનિટનું ફિલ્ટર બદલો

નેસલ કેન્યુલાઃ કેન્યુલા ટિપ્સને રોજ સાબુ વાળા કપડાંથી લુછો અને વિછળો. દર મહિને બદલો અથવા જો તુટેલું હોય કે કલર બદલાયો હોય તો તરત બદલો.

ઑક્સિજન ટ્યુબિંગઃ ટ્યુબિંગને બહારથી ભીના કપડાંથી લુછો. લાંબા ટ્યુબિંગને પાણીમાં પલાળો નહીં કારણકે તેમાંથી પાણી કાઢવામાં મુશ્કેલી પડે, દર ચાર મહિને બદલો.

હ્યુમિડિફાયર બોટલઃ ફિઝશ્યનનો ઓર્ડર ચાર લિટર પર મિનિટથી વધારે હોય ત્યારે જ વાપરો. વોટર લેવલ રિફિલ લાઇન પર પહોંચે ત્યારે પાણી ફેંકી દો. બોટલ દર અઠવાડિયે ધુઓ અને ઑક્સિજન માસ્ક માટે જે સ્ટેપ્સ જણાવ્યા છે તે અનુસારો. દર મહિને બોટલ બદલો.

ઑક્સિજન માસ્કઃ દર અઠવાડિયે સાબુ વાળા પાણીથી નીચેનાં પગલાં અનુસરી ધુઓ.

  • માસ્ક અને બોટલને બને એટલા અલગ કરો.
  • બધા હિસ્સા સાબુ વાળા પાણીમા બોળો.
  • ચાલુ પાણીમાં બધું વિછળો.
  • એક હિસ્સો સફેદ વિનેગર અને ત્રણ હિસ્સા પાણીના મિશ્રણમાં આ હિસ્સાઓ બોળો, 20 મિનીટ રાખો અને ચોખ્ખા પાણીથી વિછળી હવામાં સુકાવા દો. વપરાશમાં ન હોય ત્યારે પ્લાસ્ટિક બેગમાં મુકી રાખો. એક વધારાનો સેટ રાખો. ઑક્સિજન માસ્ક દર મહિને બદલો અને તુટેલું હોય કે રંગ બદલાયો હોય તો તરત બદલો.

 

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 05:27 PM IST | Mumbai | Anuka Roy

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK