° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


આ વર્ષે પણ તમે નહીં જઈ શકો હજ, ભારતીય હજ સમિતિએ લીધો આ નિર્ણય

15 June, 2021 06:24 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતની હજ સમિતિએ હજ -2021 માટેની તમામ અરજીઓનો અસ્વીકાર કર્યો છે. આ અંગે મંગળવારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

તસવીર: સૌજન્ય,AFP

તસવીર: સૌજન્ય,AFP

ભારતની હજ સમિતિએ હજ -2021 માટેની તમામ અરજીઓનો અસ્વીકાર કર્યો છે. આ અંગે મંગળવારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં ભારતની હજ સમિતિએ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયના નિવેદન ટાંકીને હજ -2021 માટેની તમામ અરજીઓ રદ કરવાની  અંગે માહિતી આપી છે.

સમિતિએ લખ્યું કે, `સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે  સાઉદી અરેબિયાએ મર્યાદિત સંખ્યામાં તેના નાગરિકો અને રહેવાસીઓને મર્યાદિત સંખ્યામાં ભાગ લેવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય હજને રદ કરવામાં આવી છે.

ભારતની હજ સમિતિએ પરિપત્રમાં વધુમાં લખ્યું છે કે, "તેથી ભારતયી હજ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હજ -2021 માટેની તમામ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે."  

રિયાધમાં રહેતા ભારતીય અબ્દુલ વરીસે સાઉદી અરેબીયન મંત્રાલયના હજ અને ઉમરાહ મંત્રાલય અને ભારતની હજ સમિતિના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કોરોના વાયરસથી વિશ્વમાં ઘણી તબાહી થઈ છે. કોરોના  નિવારણના દૃષ્ટિકોણથી આ એકદમ યોગ્ય નિર્ણય છે.

15 June, 2021 06:24 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

બુલેટ ટ્રેન માટે વાપી નજીક પહેલા થાંભલાનું નિર્માણકાર્ય થયું પૂર્ણ; જસ્થાનની મહિલા ડૉનની દિલ્હીમાં ધરપકડ થઈ અને વધુ સમાચાર

01 August, 2021 09:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પુલવામા હુમલાના કાવતરાખોર બે આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર

લંબુ જૈશ-એ-મોહમ્મદના અધ્યક્ષ મસૂદ અઝહરનો હતો રીલેટિવ, હુમલામાં એણે તૈયાર કરેલા આઇઇડીનો જ ઉપયોગ કરાયો હતો

01 August, 2021 09:51 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી લીધી એક્ઝિટ

સુપ્રિયોએ પોસ્ટ લખીને કહ્યું છે કે તેઓ રાજનીતિમાં ફક્ત સમાજસેવા માટે આવ્યા હતા

01 August, 2021 09:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK