° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


વહુ RASની મુખ્ય પરીક્ષા પાસ ના કરી શકી, સાસરાવાળાએ ઘરમાંથી કાઢી મુકી

31 July, 2021 07:42 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજસ્થાન પ્રશાસનિક સેવા(Rajasthan Administrative Service)ની પરીક્ષાના પરિણામથી કેટલાય ઘરોમાં ખુશીનો માહોલ છે. તો બીજી બાજુ આ પરીક્ષાના પરિણામથી એક પરિક્ષકનું લગ્ન જીવન બરબાદ થઈ ગયુ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન પ્રશાસનિક સેવા(Rajasthan Administrative Service)ની પરીક્ષાના પરિણામથી કેટલાય ઘરોમાં ખુશીનો માહોલ છે. તો બીજી બાજુ આ પરીક્ષાના પરિણામથી એક પરિક્ષકનું લગ્ન જીવન બરબાદ થઈ ગયુ. RAS ની પ્રી પરીક્ષા બાદ મેઈન પરીક્ષા ક્લિઅર ન થવાથી એક મહિલા પરિક્ષકને તેમના સાસરિયાવાળાએ તેમને ઘરની બહાર કાઢી મુકી હતી.  આ ઘટના બાદ પીડિતા ન્યાય માટે પોલીસ પાસે પહોંચી છે. 

રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના સુરજગઢમાં રહેતી ઉષાએ પતિ વિકાસ, સસરા નાનડરામ, સાસુ બિમલા અને અન્ય બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉષાએ જણાવ્યું કે સાસરા પક્ષને એસડીએમ વહુ જોઈતી હતી, એટલે તેમણે પ્રી પાસ કરી તો લગ્ન કર્યા. પરંતુ મેન્સ એક્ઝામ ક્લિઅર ન કરી શકવાથી તેમની પાસે દહેજ માંગવા લાગ્યા.

ઉષાના લગ્ન 2016માં થયા હતાં. પતિ પૉલિટેક્નિક કોલેઝમાં પ્રોફેસર છે. ઉષાએ વર્ષ 2013માં RAS ની પ્રી એક્ઝામ પાસ કરી લીધી હતી, તેથી તેઓએ પોતાના પુત્રના ઉષા સાથે લગ્ન કરાવ્યાં હતા. તેમને આશા હતી કે ઉષા મેન્સ એક્ઝામ પણ ક્લિઅર કરી લેશે.  પરંતુ જ્યારે આરએએસ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તો ખબર પડી કે ઉષાનું તેમાં સિલેક્શન થયુ નથી. મેન્સ પરીક્ષા પાસ ન કરી શકવાથી સાસરિયાવાળાએ તેમના પર ગુસ્સો કરવાનું શરૂ કર્યુ હતું. 

સાસરામાં સભ્યો તરફથી ઉષાને અવાર નવાર ટોન્ટ મારવામાં આવતા હતા. તેમ છતાં તે શાંત રહી, પરંતુ ત્યાર બાદ દેહજની માંગ કરી ઉષા પર અત્યાચાર કરવામાં આવ્યો. ઉષાના પિયરના લોકોને પણ ગમે તેમ બોલતા હતાં, પરંતુ ઉષાએ આ બધામાં  ધ્યાન આપવાને બદલે બીજી અન્ય પરીક્ષાની તૈયારીમાં વધારે મન એકાગ્ર કર્યુ. 

આટલે ન અટકતાં હદ તો ત્યાં થઈ જ્યારે પતિ વિકાસ દારૂ પીને ઘરે આવીને ઉષા સાથે મારપીટ કરવા લાગ્યો. તેમ છતાં ઉષા કંઈ ના બોલી તો સાસરાવાળાએ તેને ઘરની બહાર કાઢી મુકી. ત્યારે બાદ પીડિતા મહિલા સીધી સુરજગઢ પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ તથા સાસરના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

 

 

 

 

 

 

 

31 July, 2021 07:42 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Maharashtra : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ રણપિસેનું 71 વર્ષની વયે અવસાન

પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, 71 વર્ષીય રણપિસેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો

23 September, 2021 07:43 IST | Pune | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

હવે દરેક ભારતીયને મળશે યુનિક હેલ્થ આઈડી કાર્ડ, જાણો કેવી રીતે મળશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ `પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)`યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.

23 September, 2021 05:29 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેંગલુરુમાં ગોડાઉનમાં જોરદાર વિસ્ફોટ, 3 લોકોના મોત, 4 ઘાયલ

કર્ણાટકના બેંગલુરુમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે.

23 September, 2021 04:27 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK