° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


પી ચિદમ્બરે G7માં વડાપ્રધાન મોદીના ભાષણ પર કર્યો કટાક્ષ, કહ્યું કે મોદી સરકારે...

14 June, 2021 06:33 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

G7 સંમેલનમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં લોકતંત્ર અને વૈચારિક સ્વતંત્રતા પર ભાર મુકવા કહ્યું હતું. જેને લઈ પી ચિદમ્બરમે ટ્વિટ કરી કટાક્ષ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.   G7 સંમેલનમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં  લોકતંત્ર અને વૈચારિક સ્વતંત્રતા પર ભાર મુકવા કહ્યું હતું. જેને લઈ પી ચિદમ્બરમે ટ્વિટ કરી કટાક્ષ કરતાં કહ્યું કે મોદી સરકાર જે સમગ્ર દૂનિયાને ઉપદેશ આપે છે તેના પર સૌથી પહેલા તેમણે અમલ કરવો જોઈએ. 

પી ચિદમ્બરમે ટ્વિટ કરી કહ્યું કે, "G7માં વડાપ્રધાન મોદીનું ભાષણ પ્રેરક હોવાની સાથે સાથે અજીબ હતું.  મોદી સરકાર જે ઉપદેશ દૂનિયાને આપે છે, તનો અમલ પહેલા તેમણે કરવો જોઈએ." તેમણે વધુમાં  કહ્યું કે "એ દુઃખની વાત છે કે વડાપ્રધાન મોદી જ એક એવા અતિથિ હતા જે આ બેઠકમાં પ્રત્યક્ષ રીતે હાજર નહોતા. તમે પોતાને જ પુછો કેમ? જયાં સુધી કોરોના સામેની લડાઈનો સવાલ છે, ભારતની સ્થિતિ સૌથી અલગ છે. આપણો દેશ વસતીની સંખ્યમાં સૌથી વધુ સંક્રમિક થનાર અને ઓછુ રસીકરણ થનાર દેશોમાં છે. "

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ સોમવારે G7 શિખર સંમેલનમાં પોતાના ભાષણમાં તાનાશાહી, આતંકવાદ અને  હિંસા  જેવા મુદ્દા પર વાત કરી હતી.  તેમજ તેમણે લોકતંત્ર અને વૈચારિક સ્વતંત્રતા પર વાત કરી હતી. જેને લઈ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. 

14 June, 2021 06:33 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ગેંગસ્ટર છોટા રાજન એઈમ્સમાંથી ડિસ્ચાર્જસ, તિહાર જેલમાં પરત મોકલવામાં આવ્યો

પેટમાં દુઃખાવો થવાથી છોટા રાજનને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

31 July, 2021 05:51 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કાચમાં તિરાડ હોવાથી એર ઇન્ડિયા ફ્લાઈટનું તિરુવનંતપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

તિરુવનંતપુરમ એરપોર્ટ પર આજે સાઉદ અરેબિયા જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

31 July, 2021 04:56 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ડેલ્ટા વૅરિયન્ટ અછબડાથી વધુ ચેપી

અમેરિકી નિષ્ણાતોના અહેવાલ મુજબ વૅક્સિનેટેડ લોકો પણ આનું સંક્રમણ ફેલાવી શકે છે : આ અહેવાલને પગલે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ સામે સાવધાની વધારવી પડશે

31 July, 2021 02:57 IST | New Delhi | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK