° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


કેન્દ્ર સરકારે બાળકો માટે કોરોના ગાઈડલાઈન્સ કરી જાહેર, રેમડેસિવિરનો ઉપયોગ ટાળવો

10 June, 2021 03:58 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્ર સરકારે બાળકો માટે કોરોનાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

કોન્સેપ્ટ ફોટો

કોન્સેપ્ટ ફોટો

કોરોનાના હાહાકાર વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઈ રહી છે. જેમાં બાળકો પર સૌથી વધુ અસર થવાના એંધાણ છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.  

બાળકોને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના સંકટમાં બાળકો માટે રેમડેસિવિરનો ઉપયોગ ન કરવામાં આવે.  આ ઉપરાંત બાળકોને લઈ અનેક તકેદારી રાખવા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ આપી છે. 

  • સ્ટેરૉઈડ્સનો ઉપયોગ માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે જ કરવામાં આવે, એ પણ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં. ઘર પર ખુદ તેનો ઉપયોગ ન કરવો. 
  • બાળકો માટે રેમડેસિવિરનો ઉપયોગ ન કરવો. 18 વર્ષના કિશોર પર રેમડેસિવિરનો ઉપયોગ કરવાના ફાયદાનો કોઈ ડેટા નથી. 
  • હાઈ રેજોલ્યુશન સીટીનો ઉપયોગ પણ બહુ સમજી વિચારીને કરવો જોઈએ, જેથી તેની કોઈ આજ અસર ન સર્જાઈ. 
  •  જે બાળકોને કોવિડના માઈલ્ડ લક્ષણો હોય તે બાળકોને 10-15 MG  પેરાસિટામોલ આપી શકાય છે. કોઈ પણ લક્ષણ ન ધારવતા બાળકો અંગે કોઈ ખાસ સુચના આપવામાં આવી નથી. 
  • જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાઈ તો તેને ઓકિસજન થેરેપીની સલાહ આપવામાં આવી છે. 
  • 12 વર્ષથી મોટી વયના બાળકોને જો કોરોના ગંભીર લક્ષણો જણાઈ તો તેમને 6 મીનિટ વૉક ટેસ્ટની સલાહ આપવામાં આવી છે, તે પણ કોઈના નિરિક્ષણ હેઠળ. બાળકની આંગળી પર ઓક્સિમીટર લગાવવું અને તેને 6 મીનિટ સુધી રુમમાં જ ચાલવાનું કહેવું. 

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી વેવમાં બાળકો પર ગંભીર અસર થવાની વાતો વહેતી થઈ છે. પરંતુ આ અંગે કેટલાક ડોક્ટર્સે કહ્યું છે કે હજી સુધી આ મામલે કોઈ ડેટા મળ્યો નથી. પરંતુ તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં હવે બાળકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.      

10 June, 2021 03:58 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ત્રીજી લહેર સામે આગોતરી વ્યવસ્થાઃ દેશમાં સુવિધાસભર 50 મોડ્યુલર હોસ્પિટલ બવશે

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર આગામી ત્રણ મહિનામાં દેશમાં ઓક્સિજન, ICU અને બેડની વ્યવસ્થા માટે 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે.

15 June, 2021 11:30 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Modi Cabinet Expansion: મોદી કૅબિનેટનો ભાગ બની શકે છે મહારાષ્ટ્રના આ બે નામ...

આવતા વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. છ રાજ્યોમાં ભાજપાની આગળ પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તેમની તૈયારીઓમાં પણ જોડાઇ ગયા છે.

15 June, 2021 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અઢી મહિના બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 2726 લોકોના મોત

75 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. જેકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ચિંતાનો વિષય છે.

15 June, 2021 10:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK