પ્રતીકાત્મક તસવીર
Updated
4 months 3 weeks 3 days 5 hours 6 minutes ago
09:30 PM
News Live Updates: ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સામે કાર્યવાહી
શિવસેના (UBT)એ શુક્રવારે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૉંગ્રેસ પાસેથી કાળું નાણું મેળવવાની ટિપ્પણીના આધારે કાર્યવાહી કરવી જોઈએ.
Updated
4 months 3 weeks 3 days 5 hours 36 minutes ago
09:00 PM
News Live Updates: જજોના પત્ર પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, કહ્યું...
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રણ તબક્કાનું મતદાન થયું છે અને બાકીના 4 તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. જેમ જેમ ચૂંટણીઓ આગળ વધી રહી છે તેમ તેમ નેતાઓ અને રાજકીય પક્ષોની બયાનબાજી પણ વધી રહી છે. આ ચૂંટણીની મોસમમાં બે પૂર્વ ન્યાયાધીશો અને એક પત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ આ આમંત્રણ સ્વીકારી લીધું છે.
Updated
4 months 3 weeks 3 days 6 hours 6 minutes ago
08:30 PM
News Live Updates: વધુમાં વધુ લોકો હનુમાન મંદિરમાં આવજો: કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, "આશીર્વાદ લેવા હનુમાન મંદિર જશે, હનુમાનજીના દર્શન કરશે અને આવતીકાલે 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. વધુને વધુ લોકોએ હનુમાન મંદિરમાં આવવું જોઈએ."
Updated
4 months 3 weeks 3 days 6 hours 36 minutes ago
08:00 PM
News Live Updates: છત્તીસગઢના બીજાપુરમાં 12 નક્સલી ઠાર
છત્તીસગઢના બીજાપુરમાં શુક્રવારે નક્સલ વિરોધી ઓપરેશનમાં જવાનોને મોટી સફળતા મળી હતી. શુક્રવારે પોલીસ-નક્સલવાદી એન્કાઉન્ટરમાં જવાનોએ 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. પોલીસ ટીમ માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં વ્યસ્ત છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. આ વિસ્તારમાં સતત શોધખોળ ચાલુ છે. બસ્તરના ડીઆઈજી કમલોચન કશ્યપે આ વાતની પુષ્ટિ કરી છે.