Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: અમેઠી છોડ્યા બાદ રાહુલ ગાંધીએ આપી પહેલી પ્રતિક્રિયા

News Live Updates: લોકસભા ચૂંટણી ૨૦૨૪ તેમજ મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 03 May,2024 09:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

Updated
7 months
1 day
19 hours
16 minutes
ago

09:30 PM

News Live Updates: થાણેમાં ચૂંટણી અધિકારીઓએ રૂા. 28 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું 

ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ચૂંટણી અધિકારીઓએ દોઢ મહિનામાં લગભગ રૂા. 28 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

Updated
7 months
1 day
19 hours
46 minutes
ago

09:00 PM

News Live Updates: મહારાષ્ટ્ર કૉંગ્રેસનું રાજ્ય છે: રાહુલ ગાંધી 

પુણેમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "વિચારધારાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર કૉંગ્રેસનું રાજ્ય છે."

Updated
7 months
1 day
20 hours
16 minutes
ago

08:30 PM

News Live Updates: અમેઠી છોડ્યા બાદ રાહુલ ગાંધીએ આપી પહેલી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ રાયબરેલીની નોમિનેશનને ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી અને આ સીટને અમેઠી સાથે જોડીને કહ્યું હતું કે, "અમેઠી અને રાયબરેલી મારા માટે અલગ નથી, બંને મારો પરિવાર છે." રાહુલ પછી પણ કૉંગ્રેસે ગાંધી પરિવારના નજીકના નેતા કિશોરી લાલને અમેઠીથી ઉમેદવાર બનાવ્યા છે. આનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધી કહે છે કે તેમણે હજુ પણ તેમના નજીકના લોકોને ટિકિટ આપીને અમેઠીને પોતાની નજીક રાખ્યું છે.

Updated
7 months
1 day
20 hours
46 minutes
ago

08:00 PM

News Live Updates: અમિત શાહના નકલી વીડિયો કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, કૉંગ્રેસનું હેન્ડલ સાંભળનારની ધરપકડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી પોલીસે આ કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં અરુણ રેડ્ડી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે અરુણ રેડ્ડી સ્પિરિટ ઓફ કોંગ્રેસ નામથી ટ્વિટર એકાઉન્ટ ચલાવતો હતો.

Load More Updates

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK